the girls hostel: પિતાએ કન્યાદાનમાં આપ્યા 75 લાખ, દીકરીએ ગર્લ્સ હોસ્ટેલ માટે કરી દીધા દાન – a daughter donated rs 75 lakh from her father to the girls hostel at the wedding

[ad_1]

હાઈલાઈટ્સ:

  • યુવતીએ તેના પિતા તરફથી મળેલી લગ્નની રૂપિયા 75 લાખની રકમ ગર્લ્સ હોસ્ટેલ માટે દાન કરી દીધી છે.
  • પિતાએ પણ ખુશીથી દીકરીની આ વાત માનતા સમાજમાં એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
  • પિતા-પુત્રીના આ નિર્ણયની ચારેય બાજુ પ્રશંસા થઈ રહી છે.

રાજસ્થાનના બાડમેરમાં એક લગ્ન ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે. અહીં એક યુવતીએ તેના પિતા તરફથી મળેલી લગ્નની રૂપિયા 75 લાખની રકમ ગર્લ્સ હોસ્ટેલ માટે દાન કરી દીધી છે. પિતાએ પણ ખુશીથી દીકરીની આ વાત માનતા સમાજમાં એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. પિતા-પુત્રીના આ નિર્ણયની ચારેય બાજુ પ્રશંસા થઈ રહી છે. રાજસ્થાનના બાડમેરની અંજલીએ પોતાના લગ્નમાં પિતા પાસેથી કન્યાદાનમાં ગર્લ્સ હોસ્ટેલની માગ કરી અને પિતાએ 75 લાખ આપીને દીકરીની ઈચ્છા પૂરી કરી.
રાજ્ય સરકારે ધોરણ 9-12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો
એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, અંજલીએ ધોરણ 12 સુધીનો અભ્યાસ જોધપુરમાં કર્યા પછી તે દિલ્હી ગઈ હતી. જ્યાં તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને હવે એલએલબીનો અભ્યાસ કરી રહી છે. ગર્લ્સ હોસ્ટેલના નિર્માણ માટે અંજલીના પિતા પહેલા જ 1 કરોડ રૂપિયા દાન કરી ચૂક્યા છે પણ આ પ્રોજેક્ટ અધૂરો રહી ગયો કારણકે તેનો ખર્ચો 75 લાખ રૂપિયા વધી ગયો. અંજલીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે નક્કી કર્યું કે તે ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કાર્ય પૂરું કરીને જ રહેશે. રાજસ્થાનના બાડમેરની અંજલીએ કન્યાદાનમાં મળેલા 75 લાખ રૂપિયા ગર્લ્સ હોસ્ટેલમાં દાનમાં આપીને એક મોટું ઉદાહરણ પુરુ પાડ્યું છે.

અંજલીના લગ્ન જ્યારે નક્કી થયા ત્યારે તેણે પિતાને કહ્યું કે તેને કન્યાદાનમાં 75 લાખ રૂપિયા જોઈએ છે જે તે ગર્લ્સ હોસ્ટેલને આપવા માગે છે. પિતાએ દીકરીની ઈચ્છા તારીખ 21 નવેમ્બરે કન્યાદાન વખતે પૂરી કરી દીધી. અંજલીના પિતાએ કહ્યું કે મારી દીકરીનું સપનું છે કે સમાજની દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે. મેં રૂપિયા 1 કરોડ ગર્લ્સ હોસ્ટેલના નિર્માણ માટે આપ્યા હતા પણ તે પ્રોજેક્ટ પૈસાના અભાવે અધૂરો ચાલી રહ્યો હતો. ત્યારે દીકરીએ કહ્યું કે દહેજમાં મારે ઘરેણા અથવા મોંઘો સામાન નથી જોઈતો. મારે માત્ર કોરો ચેક જોઈએ છે જે હું ગર્લ્સ હોસ્ટેલના નિર્માણ માટે આપી શકું અને મેં મારી દીકરીનું સપનું પૂરું કરવા માટેની ફરજ નિભાવી છે. અંજલી નામની આ યુવતીના દાદીએ જણાવ્યું કે, અંજલીએ જે કામ કર્યું તે ખરા અર્થમાં પ્રશંસનીય છે. તેણે સમાજની દીકરીઓના શિક્ષણ માટે જે કામ કર્યું છે તેના જેટલા પણ વખાણ થાય તે ઓછા છે. અમે તો ઈચ્છીએ છે કે દીકરીઓ અભ્યાસ કરીને આગળ વધે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *