terror attcked in j & k: J & K: આતંકીઓએ 30 મિનિટમાં બે હુમલા કર્યા, એક ASI શહીદ – terrorist attacked within 30 minutes in jammu and kashmir

[ad_1]

હાઈલાઈટ્સ:

  • કાશ્મીરમાં બે અલગ-અલગ સ્થળોએ આતંકીઓ હુમલાને અંજામ આપ્યા
  • અનંતનાગ જિલ્લામાં ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારી શહીદ થયા
  • આ પહેલા પણ આતંકીઓ દ્વારા નાગરિકોની હત્યા કરવામાં આવી છે

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓની વધી રહેલી ઘટના વચ્ચે આતંકવાદીઓ બુધવારે બે અલગ-અલગ હુમલાઓને અંજામ આપ્યો છે. એક હુમલા દરમિાયન જમ્મુ પોલીસના અધિકારી શહીદ થયા છે જ્યારે એક સ્થાનિક નાગરિક ઇજા પામ્યો છે. આ આંતકી હુમલા પછી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળની ટૂકડીઓએ કડક નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

માહિતી મુજબ શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં બુધવારે સાંજે આતંકી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ફાયરિંગમાં એક સ્થાનિક નાગરિકને ગંભીર ઇજા પહોંચી હતી. હુમલો કર્યા પછી આતંકીઓ અહીંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને નાગરિકને દવાખાન ભેગો કર્યો હતો અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ હુમલાથી 30 મિનિટ બાદ આતંકીઓએ અનંતનાગ જિલ્લાના બિજબિહાડા વિસ્તારમાં ફરજ બજાવી રહેલા ASI ને નિશાનો બનાવતાં હુમલો કર્યો હતો. પોલીસ અધિકારી અવંતીપોરામાં ફરજ પર હતા જ્યારે એમની પર હુમલો કરવામાં આવ્યો. ફાયરિંગ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, પરંતુ દવાખાને લઇ જતાં રસ્તામાં તેઓ શહીદ થયા હતા.

કેન્દ્રશાસિત પ્રદેશમાં થોડા સમય પહેલા આતંકવાદીઓએ સ્થાનિક અને અન્ય રાજ્યોના નાગરિકોને નિશાનો બનાવાનું શરૂ કર્યું હતું. પ્રદેશમાં આતંક ફેલાય રહે એ માટે તેમણે શાળાના શિક્ષકો, પાણી પકોડીનો વ્યવસાય કરતો નાગરિક, મેડિકલ સ્ટોરના કાશ્મીરી પંડિત માલિકની ગોળી મારીને હત્યા કરી હતી. આ સિવાય આતંકીઓએ અહીના સ્થાનિક નેતાઓને પણ નિશાનો બનાવતાં એમની હત્યાઓ કરવાનું શરૂ કર્યું હતું.
આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ બહારના લોકોએ J&Kમાં કેટલી જમીન ખરીદી?સર્જિકલ સ્ટ્રાઈકના હીરોએ કેન્સરપીડિત બહેન માટે માગી મદદ, PM મોદીએ પર્સનલી ફોન કર્યો

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *