Tejasswi Prakash: BB 15: ફેક છે તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા વચ્ચેનો પ્રેમ? આ પાંચ વાત છે તેની સાબિતી! – bigg boss 15 why viewers thinks tejasswi prakash karan kundrra’s love story is fake

[ad_1]

હાઈલાઈટ્સ:

  • બિગ બોસ 15માં તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રાના ફેન્સને પસંદ આવી રહી છે બંનેની જોડી
  • થોડા દિવસ પહેલા તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રાએ એકબીજા પ્રત્યેની લાગણી સ્વીકારી હતી
  • તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા મજબૂત પર્સનાલિટી હોવા છતાં સાથે નથી રમતા ગેમ

બિગ બોસની 15મી સીઝન શરૂ થઈ તેને દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છે. પહેલા જ દિવસથી કન્ટેસ્ટન્ટ્સની વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા અને હજી પણ તે યથાવત્ છે. સલમાન ખાનના વિવાદાસ્પદ શોની દરેક સીઝનમાં કેટલાક કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે ઘરમાં સાથે રહેવા દરમિયાન ઈલુ-ઈલુ પણ શરૂ થઈ જાય છે. આ સીઝનમાં તેવી બે જોડી જોવા મળી, જેમાંથી ઈશાન સહગલ અને માઈશા ઐયર બહાર થઈ ગયા છે જ્યારે કરણ કુંદ્રા-તેજસ્વી પ્રકાશ શોમાં યથાવત્ છે. બંનેએ થોડા દિવસ પહેલા એકબીજા પ્રત્યેની લાગણી સ્વીકારી હતી અને હવે બંનેને લવ બર્ડ્સ તરીકે દેખાડવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જ્યાં એક તરફ બંનેના ફેન્સ #TejRan ટ્રેન્ડ કરી રહ્યા છે, તો કેટલાક દર્શકો એવા પણ છે જેમને આ લવ સ્ટોરી ફેક લાગી રહી છે અને આ પાછળ પાંચ કારણ જવાબદાર છે.

BB 15: વાઈલ્ડ કાર્ડ તરીકે તેજસ્વીના ખાસ મિત્રની થશે એન્ટ્રી, કરણ કુંદ્રાને લાગશે આંચકો!
અચાનક શરૂ થઈ લવ સ્ટોરી
કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ વચ્ચે લવ સ્ટોરી અચાનક શરૂ થઈ છે. કરણ અને તેજસ્વી વચ્ચે ક્યારે પ્રેમના ફણગા ફૂટ્યા તે કોઈને ખબર જ નથી પડી. અચાનક બંને સાથે અને હાથમાં હાથ પરોવીને જોવા મળ્યા. બિગ બોસ 15નું ઓટીટી પ્લેટફોર્મ પર 24 કલાક લાઈવ પ્રસારણ કરવામાં આવે છે અને બંને ક્યારે આટલા નજીક આવ્યા તે દર્શકોને સમજમાં આવી રહ્યું નથી. થોડા દિવસ પહેલા ગાર્ડન એરિયામાં તેજસ્વી અને કરણ સાથે બેઠા હતા ત્યારે, તેજસ્વીએ તેને કહ્યું હતું કે, તે અહીં એકલી રમવા આવી છે. કોઈએ શું કરવાનું કહ્યું છે તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. તેના પર કરણે કહ્યું હતું કે, બાદમાં તેને પસ્તાવો થશે. આ પ્રકારની વાતચીતથી દર્શકો તેવી શંકા છે કે, બંનેએ લવ સ્ટોરી પ્લાન કરી છે.

બંનેનું રિએક્શન ઓર્ગેનિક નથી
કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ મજબૂત પર્સનાલિટી છે. બંને જ્યારે સાથે હોય છે ત્યારે તેમની વચ્ચે પ્રેમ ઓછો અને મિત્રતા વધારે જોવા મળે છે. બંનેની લાગણી ઓર્ગેનિક લાગતી નથી. જ્યારે બંને સાથે હોય છે ત્યારે કંઈક મિસિંગ હોવાનું લાગે છે.

46 વર્ષીય એક્ટ્રેસ પ્રીતિ ઝિંટાના ઘરે ગૂંજી કિલકારી, જુડવા બાળકોની બની મમ્મી
કરણ કુંદ્રાની દૂરી, તેજસ્વીની નિકટતા

તેજસ્વી જ્યારે પણ કરણની પાસે જાય છે, તેને ગળે મળે છે, પકડીને બેસે છે અથવા તેના ખભા પર માથુ ઢાળીને ઊંધે છે ત્યારે કરણ કુંદ્રાના ચહેરા પરના હાવભાવ જોવા હોય છે. તેને આ વાતથી જાણે કોઈ ફરક ન પડતો હોય તેવું ચહેરા પરથી સ્પષ્ટ દેખાય છે. શોમાં ભાગ્યે જ બંને પ્રેમથી એકબીજાને ગળે મળતા દેખાય છે.

પ્રેમનો એકરાર કરવામાં ખચકાટ

કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશને લવ બર્ડ્સ તો દેખાડવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ પ્રેમનો એકરાર કરવામાં થોડો ખચકાટ અનુભવે છે. અત્યારસુધીમાં તેજસ્વીએ એક જ વાર કરણને પોતાનો બોયફ્રેન્ડ અને ક્રશ ગણાવ્યો છે. જ્યારે કરણ કુંદ્રા તરફથી આવુ કંઈ સાંભળવા મળ્યું નથી. બંને ન તો બોડી લેન્ગવેજથી કે ન તો જાહેરમાં બોલીને પ્રેમ સ્વીકારે છે.

સંમત થવામાં પણ સ્ટ્રગલ
કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ સ્માર્ટ પ્લેયર્સ છે. તેવામાં બંને સાથે આવે તો ગેમ મજબૂત બની જાય છે. પરંતુ થોડા-થોડા એપિસોડમાં બંને એકબીજાને વચન આપે છે અથવા યાદ અપાવે છે કે કંઈ પણ થઈ જાય, એકમત રહેવાનું છે. દર્શકોનું કહેવું છે કે, જો પ્રેમ હોય તો આવી વાત વારંવાર યાદ અપાવવી પડતી નથી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *