[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Dec 19, 2021, 6:31 PM
શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા એક કિશોરે તેના પિતાના મોબાઈલમાં ગેમ રમવાની લ્હાયમાં પેટીએમ મારફતે કેટલાંક રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. એટલું જ નહીં તિજોરીમાં રહેલા કેટલાંક રૂપિયાની ચોરી કરીને મિત્રને આપ્યા હતા

હાઈલાઈટ્સ:
- કિશોરે પિતાના મોબાઈલમાં ગેમ રમવાની લ્હાયમાં ખાતુ ખાલી કરી નાખ્યુ
- પિતાના મોબાઈલમાંથી પેટીએમ દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી નાખ્યા
- તિજોરીમાંથી રૂપિયા ચોરીને મિત્રોને આપ્યા અને ગેમ રમવા પાછળ વાપર્યા
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફરિયાદનો મોબાઈલ તેમના બંને દિકરા ગેમ રમવા માટે ઉપયોગ કરતા હતા. ગેમ રમતી વખતે પુત્રએ પિતાના પેટીએમ એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પિતાને શંકા જતા બંને દીકરાની કડક પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું કે, તેઓ તેમના ચાર મિત્રો સાથે મળીને મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમતા હતા. એ દરમિયાન તેમના પુત્રએ પિતાના મોબાઈલમાંથી પેટીએમ મારફતે મિત્રોને રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પિતાને આ વાતની જાણ ન થાય એ માટે તેણે મોબાઈલમાંથી મેસેજ પણ ડીલીટ કરી નાખ્યો હતો.
આ વાત અહીંથી જ અટકતી નથી. પિતાએ તેમના 12 લાખ રૂપિયા તિજોરીમાં મૂક્યા હતા. ઘરના ફર્નિચર અને રિનોવેશન માટે આ રકમની ચૂકવણી કરવાની હતી. જ્યારે પિતાએ આ રૂપિયા ગણ્યા તો તેમાં બે લાખ રૂપિયા ઓછા નીકળ્યા હતા. પિતાએ જ્યારે બંને દીકરાની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે જ્યારે તેમની પત્ની ઘરે નહોતી ત્યારે દીકરાએ તિજોરીનું લોક ખોલીને તેમાંથી રૂપિયા લઈને મિત્રોને આપ્યા હતા. તો કેટલાંક રૂપિયા ફ્રી ફાયર ગેમ રમવા પાછળ ખર્ચ્યા હતા. આખરે પિતાએ આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં તેમના દીકરા અને મિત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તમે ટેસ્ટ કરી છે ચાંદખેડામાં ફેમસ નવરંગની દાબેલી?
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply