tcs target price: શેરબજારમાં સામાન્ય સુધારો, શુક્રવારે TCS સહિતના આ સાત શેર્સ પર રહેશે નજર – seven stocks including tcs and bhel to watch on friday

[ad_1]

હાઈલાઈટ્સ:

  • સપ્તાહના પહેલા ત્રણ દિવસ ધોવાણ થયા બાદ ગુરુવારે શેરબજારમાં સામાન્ય સુધારો જોવા મળ્યો
  • આજના કામકાજનના અંતે ICICI બેંક, મારુતિ, સનફાર્મા અને બજાજ ઓટો ટોપ લુઝર્સ રહ્યા
  • પ્રેસિસ્ટેન્ટ સિસ્ટમ્સ, અદાણી ટોટલ ગેસ, મેટ્રોપોલિસ હેલ્થકેર અને ટેક મહિન્દ્રા 52 વીક હાઈ પર

શેરબજારમાં ત્રણ દિવસના ધોવાણ બાદ આજે સ્થિતિ સુધરેલી જોવા મળી હતી. સેન્સેક્સ આજે 113.11 પોઈન્ટ્સના વધારા સાથે 57,901.14ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી-50 27 પોઈન્ટ્સના વધારા સાથે 17,248 પર બંધ આવ્યો હતો. આજના ટોપ ગેઈનર્સની વાત કરીએ તો બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, ટાઈટન તેમજ રિલાયન્સના જોરે બજાર ગ્રીન ઝોનમાં રહ્યું હતું. જ્યારે ICICI બેંક, મારુતિ, સન ફાર્મા અને બજાજ ઓટો ટોપ લુઝર્સ રહ્યા હતા. આવતીકાલે શેરબજારમાં નીચે દર્શાવેલા ત્રણ શેર્સ પર ખાસ નજર રહેશે..

Stock Analysis: 1 વર્ષમાં રુપિયા ડબલ કરી આપનારો શેર હજુ કેટલો વધી શકે?
ટીસીએસ: ફિચ રેટિંગ્સ દ્વારા ટીસીએસની રેવન્યૂનું લોંગ ટર્મ રેટિંગ A-માંથી સુધારીને A કરવામાં આવ્યું છે. રેટિંગ એજન્સીનો અંદાજ છે કે ટીસીએસની આવક FY22 અને FY23માં 11-15 ટકા જેટલી વધશે. ફીચે એમ પણ જણાવ્યું છે કે, કંપનીની પ્રોફેબિલિટી મજબૂત છે, અને વૈશ્વિક આઈટી કંપનીઓની સરખામણીએ તેના માર્જિન અને કેશ જનરેશન પણ ઉંચા છે. વધુમાં, ટીસીએસને હોંગકોંગ સ્થિત ગ્લોબલ એરપોર્ટ હોસ્પિટાલિટી સર્વિસ પ્રોવાઈડર પ્લાઝા પ્રિમિયમ ગ્રુપ તરફથી કોન્ટ્રાક્ટ મળ્યો છે, જેના અંતર્ગત કંપની PPGના 70 એરપોર્ટ લોકેશન પર એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ ઉભા કરશે, જે દર વર્ષે 20 મિલિયન જેટલા પેસેન્જર્સને સેવા પૂરી પાડશે.

ભેલ: કેન્દ્રિય કેબિનેટે બુધવારે દેશમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે બોર્ડ પ્રોડક્શન માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI)ને મંજૂરી આપી દીધી છે. ભેલના મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, કંપની આ દિશામાં વિસ્તરણનું આયોજન ધરાવે છે, અને તેણે કામ પણ શરુ કરી દીધું છે. દેશમાં સેમિકન્ડક્ટરના પ્રોડક્શન માટે આગામી 5-6 વર્ષમાં 76,000 કરોડના રોકાણની શક્યતા છે. આ સિવાય રેલવે દ્વારા પહેલી થ્રી ફેઝ મેમૂ RCF કપૂરથલાથી લોન્ચ કરવામાં આવી છે, જેનું IGBT કન્વર્ટર અને ઈન્વર્ટર ડિઝાઈન ભેલ દ્વારા તૈયાર કરાયા છે. 12 કોચની આ ટ્રેનને અર્બન ટ્રાન્સપોર્ટેશન સેગમેન્ટમાં એક નવા યુગની શરુઆત માનવામાં આવે છે.
રિલાયન્સ ડિફેન્સ સહિતના છ Penny Stocksમાં આજે લાગી અપર સર્કિટ
રામકો સિસ્ટમ્સ: અમેરિકાના અલાસ્કા સ્થિત હેલિ-ચાર્ટર ઓપરેટર પાથફાઈન્ડર એવિએશન દ્વારા ચેન્નાઈ સ્થિત સોફ્ટવેર પ્રોવાઈડર રામકો સિસ્ટમ્સ દ્વારા તૈયાર કરાયેલા એવિએશન M&E MRO સ્યૂટ V5.9ની પોતાની વિવિધ કામગીરીના ઈન્ટિગ્રેશન અને ઓટોમેશન માટે પસંદગી કરવામાં આવી છે. પાથફાઈન્ડર સર્વે, એક્સપ્લોરેશન, ફાયરફાઈટિંગ, હેલી-સ્કિઈંગ, ડિફેન્સ કોન્ટ્રાક્ટર્સ, ઓઈલ એન્ડ ગેસ, યુટિલિટી સપોર્ટ અને એરિયલ સિનેમા માટે પોતાની સર્વિસ પૂરી પાડે છે. રામકોનું એવિએશન સોફ્ટવેર કંપનીને મેઈન્ટેનન્સ, સપ્લાય ચેઈન મેનેજમેન્ટ, ફ્લાઈટ ઓપરેશન્સ, સેફ્ટી અને ક્વોલિટી તેમજ ફાઈનાન્શિયલ ઓપરેશન્સમાં મદદરુપ બનશે.

SBIનો શેર નવા વર્ષમાં ક્યાં સુધી પહોંચી શકે? 2022માં કયા શેર્સ કરાવી શકે છે કમાણી?
52 વીક હાઈ બનાવનારા સ્ટોક્સ: પ્રેસિસ્ટેન્ટ સિસ્ટમ્સ, અદાણી ટોટલ ગેસ, મેટ્રોપોલિસ હેલ્થકેર અને ટેક મહિન્દ્રાના શેર્સે આજે પોતાનો 52 વીકનો હાઈ બનાવ્યો છે. આ સ્ટોક્સ 17 ડિસેમ્બર 2021, શુક્રવારે પણ ફોકસમાં રહે તેવી શક્યતા છે.

આ પ્રકારના વધુ આર્ટિકલ્સ વાંચવા માટે સબસ્ક્રાઈબ કરો દલાલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ જર્નલ, નંબર-વન ઈક્વિટી રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ મેગેઝીન.Disclaimer: ઉપરોક્ત આર્ટિકલ TIL દ્વારા DSIJ વતી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં આપેલી કોઈપણ વિગતો સાથે TIL જવાબદાર નથી. માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની યોગ્ય રીતે ખરાઈ કરી લેવા વિનંતી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *