Tata Communication: ટાટાના આ સ્ટોક સહિત 7 શેર્સ વોલેટાઈલ માર્કેટમાં પણ કરાવી શકે છે કમાણી – tata communication among 7 trading ideas to make the best out of market volatility

[ad_1]

હાલમાં માર્કેટ એક ડગલું આગળ વધી રહ્યું છે તો ત્રણ ડગલા પાછળ જઈ રહ્યું છે. જોકે, આ પરિસ્થિતિથી ડરવાની કોઈ જરૂર નથી. માર્કેટની આ વોલેટાલિટી કમાણીની સારી તકો પણ આપે છે. આ તકનો ફાયદો ઉઠાવીને તમે સારી એવી કમાણી કરી શકો છો. પરંતુ રોકાણકારોને મૂંઝવણ એ વાતની છે કે આવી પરિસ્થિતિમાં કયા શેરમાં રોકાણ કરવું. અહીં નિષ્ણાતોએ આપેલા એવા સાત સ્ટોક્સની વાત કરીએ જે આગામી સમયમાં તમને ટૂંકા ગાળામાં સારી એવી કમાણી કરાવી શકે છે.

Timken – બાય – ટાર્ગેટઃ 2250 રૂપિયા
આ સ્ટોક અપટ્રેન્ડને ફોલો કરી રહ્યો છે અને એસેન્ડિંગ ચેનલમાં ટ્રેડિંગ કરી રહ્યો છે. તે એસેન્ડિંગ ચેનલના લોઅર બેન્ડથી રિવર્સ આવ્યો હતો. MACD અને RSI જેવા ઈન્ડિકેટર્સ સંકેત આપી રહ્યા છે કે આ સ્ટોકમાં પોઝિટિવ મોમેન્ટમ જળવાઈ રહેશે અને તેથી અમે આ સ્ટોકને 1900 રૂપિયાથી ઉપર ખરીદવાની ભલામણ કરીએ છીએ અને તેનો ટાર્ગેટ 2250 રૂપિયા છે. રોકાણકારોએ 1770 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો જોઈએ.

– એનાલિસ્ટઃ વિજય ધનોતિયા, લીડ ઓફ ટેકનિકલ રિસર્ચ, કેપિટલવાયા ગ્લોબલ રિસર્ચ લિમિટેડ.
Stock ideas for 2022: નવા વર્ષમાં કઈ બેંકોના શેર્સમાં છે કમાણીના ચાન્સ?
Deepak Nitrite – બાય – ટાર્ગેટઃ 2950 રૂપિયા

આ સ્ટોક અપવર્ડ ટ્રેડિંગ ચેનલમાં ટ્રેડ થઈ રહ્યો છે. તે 200-EMAના સપોર્ટ લેવલથી રિવર્સ થયો હતો. MACD અને RSI જેવા ઈન્ડિકેટર્સ આ સ્ટોકમાં પોઝિટિવ મોમેન્ટમ જળવાઈ રહેશે તેવા સંકેત આપી રહ્યા છે. અમે 2950ના ટાર્ગેટ સાથે આ સ્ટોકને 2300 રૂપિયાથી ઉપરની કિંમતે ખરીદવાની ભલામણ કરીએ છીએ. તેના માટે 1990 સ્ટોપલોસ રાખવો.

એનાલિસ્ટઃ વિજય ધનોતિયા, લીડ ઓફ ટેક્નિકલ રિસર્ચ, કેપિટલવાયા ગ્લોબલ રિસર્ચ લિમિટેડ.

Tata Communications – બાય – ટાર્ગેટ – 1550 રૂપિયા
આ સ્ટોક એસેન્ડિંગ ચેનલના લોઅર બેન્ડથી રિવર્સ થયો હતો. આ સ્ટોકે 200-EMAનો સપોર્ટ લીધો હતો અને આ સપોર્ટથી રિવર્સ થયો હતો. અમે 1550 રૂપિયાના ટાર્ગેટ સાથે તેને 1365 રૂપિયાથી ઉપર ખરીદવાની ભલામણ કરીએ છીએ. રોકાણકારોને 1190 રૂપિયાના સ્ટોપલોસની સલાહ આપીએ છીએ.

એનાલિસ્ટઃ વિજય ધનોતિયા, લીડ ઓફ ટેક્નિકલ રિસર્ચ, કેપિટલવાયા ગ્લોબલ રિસર્ચ લિમિટેડ.

La Opala – બાય – ટાર્ગટેઃ 468 રૂપિયા
તાજેતરના સમયમાં અપસાઇડ મોમેન્ટમમાં તીવ્ર વધારો થયો છે અને ગયા સપ્તાહના ડાઉનવર્ડ કરેક્શન પછી આ સપ્તાહમાં શેરના ભાવમાં ઉછાળો આવ્યો છે. સાપ્તાહિક 14-પીરિયડ RSI 65ની નજીકથી ઉપર આવ્યો છે જે નજીકના ગાળામાં અપસાઇડ મોમેન્ટમને મજબૂત કરવાનો સંકેત આપે છે. 406ની આસપાસ આ શેરને ખરીદી શકાય છે અને આગામી 3-4 સપ્તાહમાં તે 468ના ટાર્ગેટ સુધી પહોંચી શકે છે. રોકાણકારોએ 395 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો.

એનાલિસ્ટઃ નાગરાજ શેટ્ટી, ટેક્નિકલ રિસર્ચ એનાલિસ્ટ, એચડીએફસી સિક્યુરિટીઝ
Oyo IPO: કંપની બજારમાં આવે તે સાથે જ અમુક લોકોને લોટરી લાગી જશે
Minda Industries – બાય – ટાર્ગેટઃ 1220 રૂપિયા

સાપ્તાહિક 10 અને 20 સમયગાળાના EMA ના નિર્ણાયક સપોર્ટની નજીકથી શેરની કિંમત પણ વધી છે. આ સ્ટોકની કિંમતમાં આગામી સમયમાં વધારો જોવા મળી શકે છે. આગામી 3-4 સપ્તાહમાં તેને 1220ના ટાર્ગેટ સાથે ખરીદી શકાય છે અને 1025નો સ્ટોપલોસ રાખવો જોઈએ.

એનાલિસ્ટઃ નાગરાજ શેટ્ટી, ટેક્નિકલ રિસર્ચ એનાલિસ્ટ, એચડીએફસી સિક્યુરિટીઝ

SRF – બાય – ટાર્ગેટઃ 2650 રૂપિયા
જ્યારે સમગ્ર માર્કેટ તૂટ્યું હતું ત્યારે એસઆરએફનો શેર 27 ઓક્ટોબરથી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો. એસઆરએફ 2520 રૂપિયાની રેન્જ તરફ જવાની અપેક્ષા છે અને જો તે ત્યાંથી બ્રેક આઉટ થશે અને વધારે ઉપર જશે તો તે 2650 રૂપિયા સુધી પહોંચી શકે છે. 2100 રૂપિયાના સ્ટોપલોસ સાથે તેને 4-6 સપ્તાહ હોલ્ડ કરી શકાય છે.

એનાલિસ્ટઃ મનીષ શાહ, ફાઉન્ડર, નિફ્ટીટ્રિગર્સ

HCL Tech – બાય – ટાર્ગેટઃ 1500 રૂપિયા
28 ઓક્ટોબરથી HCL ટેકમાં સાઈડવેઝ એક્શન ક્લાસિક ઈન્વર્સ હેડ અને શોલ્ડર પેટર્ન દર્શાવે છે અને આ ટ્રેન્ડમાં મોટા રિવર્સલનો સંકેત છે. 1350 રૂપિયાના ટાર્ગેટ સાથે તેને ખરીદી શકાય અને તે 1500 રૂપિયાની ઉપર પણ જઈ શકે છે. 1120 રૂપિયાના સ્ટોપલોસ સાથે તેને 6-8 સપ્તાહ હોલ્ડ કરી શકાય છે.

એનાલિસ્ટઃ મનીષ શાહ, ફાઉન્ડર, નિફ્ટીટ્રિગર્સ

20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *