Tarsons Products Listing: Tarsons Productsનું શુક્રવારે થશે લિસ્ટિંગ, નફો બૂક કરી લેવો કે શેર્સ હોલ્ડ કરવા? – tarsons products to debut in 26th november what should investors do

[ad_1]

હાઈલાઈટ્સ:

  • નિષ્ણાતોના મતે સેકન્ડરી માર્કેટ્સમાં ટારસન્સ પ્રોડક્ટ્સનું સફળ લિસ્ટિંગ થઈ શકે છે
  • લાઈફ સાયન્સ કંપની ટારસન્સ પ્રોડક્ટ્સનો આઈપીઓ 77.49 ગણો ભરાયો હતો
  • બિનસત્તાવાર બજારના એક્ટિવ ટ્રેડર્સના મતે ટારસન્સ પ્રોડક્ટ્સના શેર 175-180 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડિંગ થઈ રહ્યા છે

વોલેટાઈટ માર્કેટ અને આઈપીઓ લિસ્ટિંગ અંગેની નર્વસનેસ વચ્ચે 26 નવેમ્બર શુક્રવારે ટારસન્સ પ્રોડક્ટ્સનું લિસ્ટિંગ થશે. નિષ્ણાતોના મતે સેકન્ડરી માર્કેટ્સમાં ટારસન્સ પ્રોડક્ટ્સનું સફળ લિસ્ટિંગ થઈ શકે છે. ગ્રે માર્કેટ પ્રીમિયમના આધારે જોવામાં આવે તો તેનું લિસ્ટિંગ નફા સાથે થશે. જોકે, તાજેતરમાં પેટીએમના લિસ્ટિંગ બાદ આઈપીઓના લિસ્ટિંગને લઈને લોકોમાં થોડી ચિંતા જોવા મળે છે.

બિનસત્તાવાર બજારના એક્ટિવ ટ્રેડર્સના મતે ટારસન્સ પ્રોડક્ટ્સના શેર 175-180 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડિંગ થઈ રહ્યા છે. જે કંપનીની આઈપીઓ પ્રાઈઝ બેન્ડ કરતા 27 ટકા વધારે છે. તેવામાં જો ટારસન્સ પ્રોડક્ટ્સ લિસ્ટિંગ ગેઈન આપે છે તો તેના શેર્સ રાખી મૂકવા જોઈએ કે પછી વેચી દેવા જોઈએ તે મૂંઝવણ પણ રોકાણકારોને છે.

મર્ચન્ટ બેન્કિંગ, સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ આયુષ અગ્રવાલે જણાવ્યું હતું કે, ફાઈનાન્સિયલ રીતે ટારસન્સ પ્રોડક્ટ્સ મજબૂત છે અને માર્જિન્સ પણ પ્રભાવશાળી છે. તેનું મેનેજમેન્ટ પણ ઘણું જ અનુભવી છે. કંપની પાસે મજબૂત કેશ ફ્લો છે અને આઈપીઓ બાદ તે દેવામાંથી બહાર આવે તેવી શક્યતા છે. જોકે, તેનું વેલ્યુએશન થોડું વધુ લાગી રહ્યું છે તેથી એગ્રેસિવ ઈન્વેસ્ટર્સ લાંબા ગાળાને ધ્યાનમાં રાખતા તેને હોલ્ડ કરી શકે છે. જ્યારે જેઓ લિસ્ટિંગમાં નફો કમાવી લેવા ઈચ્છે છે તેમણે પ્રોફિટ બૂક કરી લેવો જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે ગ્રે માર્કેટના ટ્રેન્ડ અને સબસ્ક્રિપ્શનના આંકડાના આધારે હું 20-25 ટકા લિસ્ટિંગ ગેઈનની આશા રાખું છું. નોંધનીય છે કે લાઈફ સાયન્સ કંપની ટારસન્સ પ્રોડક્ટ્સનો આઈપીઓ 77.49 ગણો ભરાયો હતો. એનએસઈના ડેટા પ્રમાણે 1,08,44,104 શેર્સ સામે 84,02,81,684 શેર્સ માટે બિડ મળી હતી. આ ઈસ્યુ 150 કરોડ રૂપિયાનો છે અને તેની પ્રાઈઝ બેન્ડ 635-662 રૂપિયા પ્રતિ શેર છે.

લેબવેર પ્રોડક્ટ્સ બનાવે છે ટારસન્સ
ટારસન્સ પ્રોડક્ટ્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન્સ, એડેડેમિક ઈન્સ્ટિટ્યુટ્સ, ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ, ડાયગ્નોસ્ટિક્સ કંપનીઓ અને હોસ્પિટલોની લેબોરેટરીઓમાં ઉપયોગમાં લેવામાં આવતા લેબના સાધનોનું ઉત્પાદનોનું ડિઝાઈનિંગ, ડેવલોપિંગ અને મેન્યુફેક્ચરિંગ કરે છે. તેના લેબવેર પ્રોડક્ટ્સની ગુણવત્તા ઘણી સારી હોય છે અને જેનાથી હેલ્થકેરમાં સુધારો કરવામાં મદદ મળે છે.

એન્કર ઈન્વેસ્ટર્સ
ટારસન્સ પ્રોડક્ટ્સના એન્કર ઈન્વેસ્ટર્સમાં મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર, ગવર્નમેન્ટ ઓફ સિંગાપોર, અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ (એમએફ), સુંદરમ એમએફ, આદિત્ય બિરલા સન લાઈફ એમએફ, એડલવાઈઝ એમએફ અને રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીનો સમાવેશ થાય છે.

ડિસ્ક્લેઈમર: ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ શેર ખરીદવા કે વેચવાની સલાહ આપવાનો નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *