[ad_1]
Vipul Patel | I am Gujarat | Updated: Dec 19, 2021, 4:54 PM
અમદાવાદના મણિનગરના કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનું શનિવારે બપોરે નિધન થઈ ગયું હતું. તેમના આજે હિરાપુર કુમકુમ સેવા કેન્દ્ર ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા.

હાઈલાઈટ્સ:
- મહંત આનંદપ્રિયદાસજીનું 101 વર્ષની વયે શનિવારે નિધન થઈ ગયું હતું.
- પાલખીયાત્રા બાદ હરિપુરા કુમકુમ સેવા કેન્દ્રમાં અંતિમ સંસ્કાર કરાયા.
- તેમણે જ વર્ષ 1993માં મણિનગરમાં કુમકુમ મંદિરની સ્થાપના કરી હતી.
બપોરે આ પાલખીયાત્રા હિરાપુર કુમકુમ સેવા કેન્દ્ર પહોંચી હતી અને ત્યાં તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. તેમના અંતિમ દર્શન માટે શાહીબાગની અક્ષરપુરુષોત્તમ સંસ્થા, એસએમવીએસ સંસ્થા ગાંધીનગર, સોખડા સંસ્થા, જગન્નાન મંદિરના દિલીપદાસજી મહારાજ, વિશ્વ હિંદુ પરિષદ, શ્રીજીધામ સાયન્સ સિટીના સંતો પધાર્યા હતા.
આનંદપ્રિયદાસજી સ્વામી અને મુક્તજીવન સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઈ.સ. 1948માં સૌ પહેલી વખત આફ્રિકા ગયા હતા. આનંદપ્રિયદાસજી સ્વામીએ અમેરિકા, લંડન, કેનેડા, દુબઈ વગેરે દેશોમાં સાતથી વધુ વખત સત્સંગ પ્રચાર કર્યો છે. તેમણે લંડનમાં વિશાળ મંદિર પણ સ્થાપ્યું છે. તેમણ 1200થી વધુ પેજનો અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથ, હરિની સર્વોપરિતા વગરે સાત ગંથોની રચના કરી. તેમણે પંચમહાલ, સાબરકાંઠા જેવા વિસ્તારોમાં ઘણા લોકોને વ્યસન મુક્ત કરીને મંદિરો સ્થાપ્યા છે.
આનંદપ્રિયદાસજી સ્વામીએ રાજ્યમાં સાધુ સમાજમાં મંત્રી તરીકે સેવાઓ આપી હતી. વર્ષ 1993માં તેમણે મણિનગરમાં કુમકુમ મંદિરની સ્થાપના કરી હતી.
ડાયમંડ રિંગ ચોરી રહેલાં શખ્સને સેલ્સ ગર્લે આ રીતે પકડાવ્યો
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply