[ad_1]
હાઈલાઈટ્સ:
- કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત, વડોદરા અને અમદાવાદને દેશના સૌથી સ્વચ્છ ટોપ-10 શહેરોમાં સ્થાન મળ્યું છે
- ગાંધીનગર દેશનું સૌથી સ્વચ્છ પાટનગર બન્યું છે, સફાઈ કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરવામાં આવી
- અમદાવાદ ખાતે આવેલ કેન્ટોનમેન્ટને દેશના સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ તરીકે પણ એવોર્ડ મળ્યો
કોરોના વાયરસની મહામારી અને હદ વિસ્તરણ વચ્ચે સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત બીજા વર્ષે દેશભરમાં બીજું સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. જ્યારે સતત પાંચમી વખત ઈન્દોર દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રસ્થાપિત થવા પામ્યું છે. આ સિવાય વિજયવાડા શહેર પહેલી વખત ત્રીજા ક્રમે પહોંચ્યું છે. અમદાવાદ ખાતે આવેલ કેન્ટોનમેન્ટને દેશના સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ તરીકે પણ એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે યોજાયેલા સમારોહ દરમ્યાન સુરત શહેરને મળેલા બીજા ક્રમનો એવોર્ડ મેયર હેમાલી બોઘાવાલાએ સ્વીકાર કર્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત, વડોદરા અને અમદાવાદને દેશના સૌથી સ્વચ્છ ટોપ-10 શહેરોમાં સ્થાન મળ્યું છે, તેમજ ગાંધીનગર દેશનું સૌથી સ્વચ્છ પાટનગર બન્યું છે. “સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત”ની નેમને સાકાર કરવા બદલ સૌ નાગરિકો, સ્વચ્છતાકર્મીઓ અને વહીવટીતંત્રને અભિનંદન. જ્યારે ડૉ પંકજ શુક્લાએ ટ્વિટ કરતા જણાવ્યું કે દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ દસ શહેરમાં સુરત બીજું, વડોદરા આઠમું અને અમદાવાદ દસમું સ્વચ્છ શહેર બન્યું તથા ગાંધીનગર સૌથી સ્વચ્છ પાટનગર બન્યું. “સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત”ની નેમ રાખતી ગુજરાત સરકાર, સૌ નાગરિકો, સ્વચ્છતાકર્મીઓ અને વહીવટીતંત્રને અભિનંદન.
આ કાર્યક્રમમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની પહેલ Safai Mitra Suraksha Challenge હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા શહેરોને માન્યતા આપતી વખતે સફાઈ કર્મચારીઓના યોગદાનની પ્રશંસા પણ કરવામાં આવી હતી. આ વખતે સ્વચ્છ સર્વેક્ષણમાં 4320 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા સર્વેક્ષણ છે.
[ad_2]
Source link
Leave a Reply