surat police: સુરતઃ વેપારીઓ પાસેથી પૈસા પડાવતાં નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો – surat police caught duplicate police jawan taking money from traders

[ad_1]

હાઈલાઈટ્સ:

  • સુરતના પુણા વિસ્તારમાંથી ઝડપાયો નકલી પોલીસ
  • પોલીસ જેવી હેરકટ, વર્દી અને ચશ્મા પહેરી રોફ જમાવતો હતો
  • ફર્નિચરના વેપારી પાસેથી 21 હજારના બે સોફા લીધા, ઈંડાની લારી પર મફત જમતો

સુરતમાં નકલી પોલીસ અસલી પોલીસના હાથે ઝડપાય ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ જેવી જ હેર સ્ટાઈલ, ચશ્મા અને વર્દી પહેરીને ફરતો 25 વર્ષીય યુવક પુણા પીઆઈનો રાઈટર હોવાનું કહીને છેલ્લા છ મહિનાથી વેપારીઓ પાસેથી પૈસા પડાવતો હતો. જો કે, એક વેપારીએ આ મામલે પીઆઈને જાણ કરતાં આરોપી યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસ કેન્ટીનમાંથી ખરીદી વર્દી, નેમ પ્લેટ પણ બનાવડાવી

મૂળ ભાવનગરના તળાજાના ઉમરલ્લાનો અને હાલમાં સુરતમાં પુણા વિસ્તારમાં આવેલી કુબેરનગર સોસાયટીમાં રહેતાં 25 વર્ષીય કુલદીપ સેલારભાઈ બારડને પોલીસનો રૌફ મારવાનો ભારે શોખ હતો. તે પોલીસ જેવી વર્દી પહેરતો હતો અને પોલીસકર્મી જેવી હેર સ્ટાઈલ અને ચશ્મા પહેરીને ફરતો હતો. કુલદીપે પોલીસની વરદી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સ્થિત કેન્ટીનમાંથી ખરીદી હતી અને તેણે ખાસ કુલદીપ આહીર નામની નેમ પ્લેટ પણ બનાવી હતી. જે બાદ તે વેપારીઓ પાસેથી પૈસા પડાવતો હતો અને ઈંડાની લારી પર મફત જમતો પણ હતો અને પાર્સલ પણ લઈ જતો હતો. પણ અંતે તેનો ભાંડો ફૂટી ગયો હતો.

પોલીસના નામે 21 હજારના બે સોફા લઈ ગયો

20 વર્ષીય રોહિત પુણા કેનાલ રોડ પર તમન્ના ફર્નિચરની દુકાન ચલાવે છે. ઓગસ્ટ મહિનામાં કુલદીપ તેની પાસે આવ્યો હતો અને સોફા સેટ નહીં આપે તો જેલભેગો કરી દઈશ તેવી ધમકી આપીને 21 હજારના બે સોફા લઈ ગયો હતો. તેવામાં રોહિત પુણા પોલીસ સ્ટેશન આવ્યો હતો અને પીઆઈ વી.યુ.ગડરીયાને મળીને સમગ્ર હકીકત વર્ણવી હતી.

પોલીસે ખંડણીનો ગુનો નોંધી ધરપકડ કરી

રાઈટર તરીકે વેપારીઓ પાસેથી તોડ કરતો હોવાની જાણ થતાં પીઆઈ પણ ચોંકી ગયા હતા. જે બાદ પીઆઈએ આ મામલે યુવકને શોધી કાઢવા માટે આદેશ કર્યાં હતા. અને આખરે કુલદીપને પોલીસે ઝડપી પાડ્યો હતો. અને તેની સામે ખંડણીનો ગુનો નોંધીને વધુ પુછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, 21 હજારના સોફાની સાથે કુલદીપે રોહિતના મિત્રને પોલીસમાંથી બાઈક અપાવવાના બહાને 8 હજાર રૂપિયા પણ ખંખેરી લીધા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *