[ad_1]
Mitesh Purohit | I am Gujarat | Updated: Dec 7, 2021, 2:24 PM
ઓનલાઈન દુનિયામાં રાચતી યુવતીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો, ઇન્સ્ટાગ્રામથી મિત્રતા થઈ, યુવતીના ઘર સુધી પહોંચ્યો અને તેના માતા પિતાને પણ વિશ્વાસમાં લીધા પછી દેખાડ્યો અસલી રંગ

પ્રતિકાત્મક તસવીરો
હાઈલાઈટ્સ:
- યુવતીને પ્રેમજાળમાં ફસાવી પછી તેના માતા પિતાને પણ મળવા પહોંચ્યો ચાલાક યુવક
- યુવતીના પરિવાર સામે પોતાની મોટી મોટી ડિંક હાકી અને કહ્યું કે વેસુમાં 9 કરોડનો બંગલો છે.
- મોબાઈલની ફ્રેન્ચાઇઝી અને ડુમસમાં ઝિંગા તળાવનુ કહીને આંજી દીધા પછી યુવતીને ફરવાના બહાને લઈ ગયો.
- જ્યારે પણ ફરવા લઈ જતો ત્યારે યુવતી સાથે બળજબરી કરતો અને લગ્નનું બહાનું ધરીને બદકામ કરી લેતો.
લિંબાયત વિસ્તારની 21 વર્ષની કોલેજિયન યુવતીનો એક વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર કૃણાલ રવિકાંત બારી (રહે. 207, સુયોગ નગર, ભટાર) સાથે પરિચય થયો હતો અને ત્યારબાદ બંનેએ મિત્રતા કેળવી હતી બાદમાં પ્રેમ પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ યુવતી ઇન્કાર કરી દઇ પોતાના માતા-પિતાને મળવા માટે કહ્યું હતું. જેથી યુવતીના નવા ઘરમાં પ્રવેશ વખતે કૃણાલ ત્યાં પહોંચી ગયો હતો. જ્યાં કૃણાલે ભાટીયા મોબાઇલની ફ્રેન્ચાઇઝી, 8થી 9 કરોડનો બંગલો અને ડુમસના લક્ષ્મી ફાર્મમાં ઝીંગા તળાવ હોવાનું જણાવ્યું હતું. જેથી યુવતીના લગ્ન કૃણાલ સાથે થાય તેવું તેના માતા-પિતા ઇચ્છતા હોવાથી બંને એકબીજાને અવારનવાર મળતા હતા.
હોટલમાં બે દિવસ રોકાઈ શારીરીક સબંધ બાંધ્યા
આ દરમિયાન કૃણાલ યુવતીને ફરવાના બહાને પોતાના ઘરે અને વેસુ વિસ્તારની અનંત હોટલ અને રોયલ સેલિબ્રેશન હોટલમાં લઇ ગયો હતો અને બે દિવસ રોકાયા હતા અને ત્યાં યુવતી સાથે પણ શરીરસંબંધ બાંધ્યો હતો. જોકે યુવતીને લઇ કૃણાલ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેના માતા-પિતાએ તમારા લગ્ન નહીં થાયે એમ કહી યુવતીને તેના ઘરે મુકી આવવા માટે કહ્યું હતું.
સમજાવવાનો ભરપુર પ્રયાસ કરવામાં આવ્યો
કૃણાલ યુવતીને લઇ ફરવા જતો હતો અને શરીરસંબંધનો ઇન્કાર કરતા યુવતીને તેના માતા-પિતાને જાણ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. જોકે છેવટે યુવતીએ માતા-પિતાને જાણ કરી દેતા તેમણે કૃણાલને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કૃણાલે ગાળાગાળી કરી લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા છેવટે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. લિંબાયત પીએસઆઈ મસાણીએ દુષ્કર્મનો ગુનો નોંધીને કૃણાલની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કૃણાલના પિતા રવિકાંત શહેર પોલીસ વિભાગમાં જમાદાર તરીકે રિટાયર્ડ થયા હતા અને ગત વર્ષે કોરોનાની બિમારીમાં તેમનું મોત થયું હતું. કૃણાલના કાકા પણ પોલીસ કર્મી છે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply