surat mla zankhana patel: સુરતના ધારાસભ્ય ઝંખના પટેલને થયો કોરોના, રવિવારે સીએમ સાથે સ્ટેજ પર દેખાયા હતા – surat mla zankhana patel test positive for coronavirus, put under home quarantine

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ધારાસભ્ય ઝંખના પટેલે કોરોનાના લક્ષણો જણાતા આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે.
  • ગત રવિવારે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એક કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળ્યા હતા.
  • ઝંખના પટેલે પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા વિનંતી કરી છે.

અમદાવાદ: રાજ્યમાં એક તરફ કોરોના કેસો વધી રહ્યા છે અને બીજી તરફ રાજ્ય સરકાર કાર્યક્રમો અને ઉત્સવોમાં વ્યસ્ત છે. સુરતમાં ગત રવિવારે યોજાયેલા સાયક્લોથોન, નદી ઉત્સવ સહિતના કાર્યક્રમ પછી ભાજપના એક પછી એક નેતાનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા. સુરતમાં રવિવારે સીએમ સાથે સ્ટેજ પર જોવા મળેલા ધારાસભ્ય ઝંખના પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે પોતાના ઓફિશિયલ ટ્ટિટર અને ફેસબુક હેન્ડલ પર આ માહિતી આપી છે.
સાવધાન! બીજી લહેરની જેમ ગુજરાતમાં આખા પરિવાર સંક્રમિત થવાની શરુઆત
ધારાસભ્ય ઝંખના પટેલે ટ્વિટ કરી કે, ‘કોરોનાના લક્ષણો જણાતા મેં કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરની સલાહ મુજબ હું સેલ્ફ કોરન્ટાઈન થઈ છું, તબિયત સારી છે.’ તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કરાવવા પણ વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ઝંખના પટેલે શનિવારે સુરત ભાજપના જિલ્લા પ્રમુખ સંદિપ દેસાઈ સાથે ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. રવિવારે સંદિપ દેસાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમના સંપર્કમાં આવેલા ઝંખના પટેલ રવિવારે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળ્યા હતા. હવે, ઝંખના પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ કાર્યક્રમમાં તેઓ બીજા ઘણા નેતાઓ અને કાર્યકરોને પણ મળ્યા હતા.
સુરતઃ કરફ્યૂ બાબતે દલીલ કરતા યુવકને પોલીસે ફટકારતા કોમામાં સરી પડ્યો
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને માસ્ક પહેરવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની ફરજ પડાય છે, પરંતુ રાજકીય કાર્યક્રમોમાં નેતાઓ અને કાર્યકરો કોઈ નિયમ પાડતા નથી. સુરતમાં જે રીતે ભાજપના એક પછી એક નેતા કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે, તે એક ગંભીર સંકેત છે. જો તંત્ર વહેલી તકે જાગશે નહીં તો સુરત શહેર અને જિલ્લામાં કોરોના વિસ્ફોટ થવાની શક્યતા નકારી શકાતી નથી.

ડૉગ્સ પાછળ મહિને હજારો રુપિયા ખર્ચી રહ્યા છે અમદાવાદીઓ!

[ad_2]

Source link