[ad_1]
Mitesh Purohit | I am Gujarat | Updated: Dec 31, 2021, 11:26 AM
ફેક આઈડી બનાવીને પરિણીતાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી એક્સેપ્ટ કરતા જ મેસેજ કરવા લાગ્યો પરિણીતાએ જવાબ ન આપતા વીડિયો કોલ કર્યો અને કપડા ઉતારી નાખ્યા.

હાઈલાઈટ્સ:
- ગભરાઈ ગયેલી પરિણીતાએ આ બાબતે પતિને વાત કરતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
- સાયબર સેલે ટેક્નિકલ સર્વેલન્સ મુજબ ઉધનામાં જીમ ટ્રેનર તરીકે કામ કરતા નઈમ ઉર્ફે નસીમની ધરપકડ કરી.
- છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા દ્વારા ફેક આઈડીથી હેરાનગતિ, ધમકી, હની ટ્રેપના કિસ્સા વધ્યા.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ લિંબાયત વિસ્તારની 28 વર્ષીય પરિણીતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર ગત ઓગસ્ટ મહિનામાં એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેવી પરિણીતાએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી કે તરત જ એક પછી એક મસેજ કરીને પરિણીતા સાથે મિત્રતા કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે મેસેજ કોઈ અજાણ્યા આઈડીથી તેમજ ફેક હોવાનું લાગતા પરિણીતાએ કોઈ જવાબ આપ્યા ન હતા. જેથી એકવાર આ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકે પરિણીતાને સીધો જ ઈન્સ્ટાગ્રામ વીડિયો કોલ કર્યો હતો અને પછી પોતે નગ્ન થઈ ગયો હતો. એટલું જ નહીં પરિણીતાને પોતાનું ગુપ્તાંગ દર્શાવી બિભત્સ ચેનચાળા પણ કર્યા હતા.
અચાનક બનેલી આ ઘટનાથી પરિણીતા બે મિનિટ તો આંચકો ખાઈ ગઈ હતી અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી. જે બાદ મહિલાએ આ અંગેની જાણ તેના પતિને કરી હતી. જેથી પતિએ કહ્યા મુજબ પરિણીતાએ સાયબર ક્રાઈમ સેલમાં અરજી કરી હતી. જે અરજીની તપાસ અંતર્ગત ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે ઉધના વિસ્તારમાં આવેલા એક જીમમાં ટ્રેનર તરીકે કામ કરતા નઈમ ઉર્ફે નાસીર એહીયા મોદ્રા (ઉ. 25, રહે 401 હાજી પેલેસ, શાહપોર) ની ધરપકડ કરી હતી. તેમજ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ જ રીતે મોટાવરાછાની એક યુવતીને પણ સોશિયલ મીડિયાનો કડવો અનુભવ થયો હતો. જે બાબતે તેણે ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત મુજબ મોટા વરાછામાં રહેતી અને ટીવાય બી.કોમમાં અભ્યાસ કરતી 22 વર્ષીય વિદ્યાર્થિનીના નામથી અજાણ્યાએ સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. અજાણ્યાએ વિદ્યાર્થિનીના એકાઉન્ટમાંથી ફોટા લઈ ડીપીમાં મુકી દીધા હતા. આ ફોટો મુકીને વિદ્યાર્થિનીને યુવકે હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યુ હતું. આથી કંટાળીને વિદ્યાર્થિનીએ અમરોલી પોલીસમાં છેવટે ફરિયાદ આપી છે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link