[ad_1]
હાઈલાઈટ્સ:
- બીજી લહેરની જેમ ફરી આખા પરિવારો કોરોનાના ભરડામાં મૂકાવાનું શરુ
- સુરતમાં ત્રણ પરિવારોમાં એક સાથે ત્રણ અને તેનાથી વધુ લોકો સંક્રમિત
- સીટી લાઈટ વિસ્તારમાં એક પરિવારના પાંચ સભ્યો કોરોના સંક્રમિત થયા
સુરતમાં બનેલી એક ઘટનામાં સીટી લાઈટના સુર્યા એંક્લેવમાં એક જ પરિવારના 5 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ કારણે સૂર્ય એંક્લેવને કલ્ટસ્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આજ રીતે શહેરના કતારગામમાં આવેલી જીવનદીપ સોસાયટીમાં પણ આ જ રીતે એક પરિવારના 4 લોકો કોરોના સંક્રમિત થયા છે. અડાજણમાં એક પરિવારના ત્રણ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. બીજી લહેર દરમિયાન જે સ્થિતિનું નિર્માણ થયું હતું તેવી સ્થિતિ ફરી ના સર્જાય તે માટે સ્થાનિક વહિવટી તંત્ર ચિંતિત થયું છે.
ગુજરાતમાં કોરોનાનો ફરી રાફડો ફાટ્યો?
મંગળવારે નોંધાયેલા કેસોમાં સુરત કોર્પોરેશન 72 નવા સંક્રમણ સાથે રાજ્યમાં બીજા નંબરે રહ્યું છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 265 કેસ નોંધાયા છે. જોકે, અહીં કોઈનું કોરોનાથી મોત થયું નથી. બુધવારે રાજ્યમાં કુલ 548 કેસ નોંધાયા હતા જેની સામે માત્ર 65 દર્દીઓ સાજા થયા હતા.
બુધવારે મોડી રાત સુધીમાં ભારતમાં 13,155 નવા કેસ નોંધાયા છે, જોકે તેમાં 2 રાજ્યોના આંકડા આવવાના બાકી છે. મંગળવારે દેશમાં કુલ 9,155 કેસ નોંધાયા છે, જેમાં અમારા સહયોગી TOIના કોવિડ ડેટા પ્રમાણે સોમવાર (6,242) કરતા 47%નો ઉછાળો નોંધાયો છે.
આમ ગુજરાત અને ઉત્તરપૂર્વના રાજ્યોને છોડતા બાકી જગ્યાઓ પર કોરોનાના કેસમાં નાનો-મોટો ઉછાળો નોંધાયો છે. આવામાં કેન્દ્ર દ્વારા રાજ્યોને કોરોનાને અટકાવવા માટે જરુરી પગલા ભરવા માટેના સૂચનો કરવામાં આવી રહ્યા છે. બજારો અને રસ્તાઓ પર હજુ પણ કોરોના વકર્યો છતાં લોકો બિનધાસ્ત ફરી રહ્યા છે, આવામાં કોવિડ ગાઈડલાઈન્સનું પાલન ના કરનારા લોકો પોતાના અને પોતાના પરિવાર માટે ખતરો ઉભો કરી રહ્યા હોવાનું તંત્રનું કહેવું છે.
[ad_2]
Source link