surat crime: સુરત: એન્જિનિયર પતિએ કામવાળી રાખવાની ના પાડતા પત્નીએ જીવન ટુંકાવ્યું – husband and wife quarreling over the baby seater issue in surat woman died

[ad_1]

હાઈલાઈટ્સ:

  • એન્જિનિયર પતિએ કામવાળી રાખવાની ના પાડતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની
  • બે મહિનાની દીકરી હેરાન કરતી હોવાથી કામવાળી રાખવા બાબતે પતિ સાથે વારંવાર થતાં ઝઘડા બાદ પત્નીએ જીવન ટુંકાવી લીધું
  • એન્જિનિયર પતિ અંકુરે કામવાળી રાખી નહીં હોવાથી આ બાબતે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો.

સુરત: કોરોના વાયરસની આ મહામારીમાં બીજી લહેર પછી રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓમાં જાણે કે ચોંકાવનારો વધારો થયો છે. ત્યારે સુરત શહેરમાં આવેલા સિટીલાઈટ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એન્જિનિયર પતિએ કામવાળી રાખવાની ના પાડતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી મુજબ, સુરતના સિટીલાઈટ વિસ્તારમાં બે મહિનાની દીકરી હેરાન કરતી હોવાથી કામવાળી રાખવા બાબતે પતિ સાથે વારંવાર થતાં ઝઘડા બાદ પત્નીએ જીવન ટુંકાવી લીધું હતું. પોલીસ તપાસમાં પતિ અને પત્ની વચ્ચે કામવાળી રાખવા બાબતે થયેલા ઝઘડામાં પત્નીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ મેટ્રોનું મહત્વનું કામ પૂર્ણ, 15 ઓગસ્ટ 2022 પહેલા દોડતી કરવાનો નિર્ધાર
એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં રહેતો એન્જિનિયર અંકુર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના સંતાનમાં 2 મહિનાની દીકરી છે. ત્યારે 2 મહિનાની દીકરી હેરાન કરતી હોવાથી એન્જિનિયર અંકુરની પત્ની ઘરકામ માટે કામવાળી રાખવા માટે વારંવાર પતિ અંકુરને જણાવતી હતી. જોકે એન્જિનિયર પતિ અંકુરે કામવાળી રાખી નહીં હોવાથી આ બાબતે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. દરમિયાન મંગળવારે બપોરે પત્નીએ આપઘાત કરી લીઘો હતો.

રાજ્યમાં ત્રીજી લહેરની શક્યતા નહિવત્, રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવાની સરકારની તૈયારી

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી અને તેના કારણે અમલમાં મૂકવામાં આવેલા લોકડાઉનને કારણે લોકોના જીવન મોટા પ્રમાણમાં પ્રભાવિત થયા હતા. હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે લોકોના જીવન પણ ધીરે ધીરે પાટા પર ચઢી રહ્યા છે. નોંધનીય છે કે અત્યારે રાજ્યભરમાં લગ્નગાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે. અત્યારે લગ્ન સહિતના સામાજિક સમારંભમાં માત્ર 400 લોકોની જ મર્યાદા રાખવામાં આવી છે. આ કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મૂવી રિવ્યૂ : સત્યમેવ જયતે 2
નોંધનીય છે કે ટૂંક સમયમાં ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન થશે અને ડિસેમ્બર મહિનાથી તેના કાર્યક્રમોની શરુઆત થઈ જશે. આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી મર્યાદા વધારીને 600થી 800 સુધી કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ સિવાય રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવાની સંભાવનાની પણ ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સરકારી કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે અને તે સમયે પોલીસ અથવા તંત્ર તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી, જ્યારે બીજી બાજુ લગ્ન સહિતના સામાજિક કાર્યક્રમોમાં તંત્ર દ્વારા કડક નિયમો લાદવામાં આવ્યા છે. આ વ્યવહારને કારણે લોકોમાં પણ નારાજગી જોવા મળી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *