suicide case of a woman in a train in valsad: વલસાડમાં દિવાળીના દિવસે યુવતીએ ટ્રેનમાં કરેલા આપઘાત કેસમાં મોટો ધડાકો – shocking revelation in alleged suicide case of a young woman in a train on diwali day in valsad

[ad_1]

હાઈલાઈટ્સ:

  • વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી ગુજરાત ક્વિન ટ્રેનના ડબ્બામાં એક યુવતીનો મૃતદેહ મળ્યો હતો
  • યુવતી ઘટનાના 5 દિવસ અગાઉ વડોદરાથી નવસારી પોતાના ઘરે રહેવા ગઈ હોવાનું જાણવા મળ્યું
  • પોલીસ તપાસ દરમિયાન યુવતીએ લખેલી ડાયરી મળતા હવે આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો

વલસાડ: વડોદરાની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાત કરવાના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દિવાળીના દિવસે ટ્રેનમાં યુવતીનો આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન યુવતીએ લખેલી ડાયરીમાં ખુલાસો થયો છે કે, યુવતી પર દિવાળીના બે દિવસ પહેલા ગેંગરેપ થયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ યુવતીએ પોતે ડાયરીમાં રેપ થયો હોવાનો વાતનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

દિવાળીની રાતે ટ્રેનમાંથી મળ્યો હતો મૃતદેહ
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વિન ટ્રેનના એક ડબ્બામાં યુવતીએ આપઘાત કરવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ટ્રેનના ડબ્બામાં યુવતીનો મૃતદેહ મળી આવતા રેલવે પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને યુવતીએ લખેલી ડાયરી હાથ લાગતા હવે આ કેસમાં નવો વળાંક આવી ગયો છે.

યુવતીએ લખેલી ડાયરીમાં ખુલ્યું રહસ્ય
મીડિયા રિપોર્ટ મુજબ યુવતીનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસ તપાસમાં યુવતીની ડાયરી મળી આવી છે. જેમાં તેણે પોતાની સાથે થયેલા દુષ્કર્મનો ઉલ્લેખ કર્યો છે. ડાયરી મુજબ NGOમાં કામ કરતી યુવતી વલસાડ હતી અને ઓફિસથી કામ પૂરું કર્યા બાદ ઘરે પર ફરતી હતી ત્યારે બે રિક્ષાચાલક યુવકોએ તેનું અપહરણ કરીને વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટયૂટ મેદાનમાં લઈ ગયા હતા.

કલ્પના ઉપર વડોદરાના દિવાળીપુરા પાસે આવેલ વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો બહાર આવતા ગોત્રી પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે દુષ્કર્મ આચરાયું તે સ્થળ ઉપરથી પુરાવા એકત્ર કરવા માટે FSLની મદદ લઇ તપાસ શરૂ કરી દીધી છે. તે સાથે જ પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા CCTV ફૂટેજ મેળવીને સામુહિક દુષ્કર્મ આચરનાર રિક્ષાચાલકને ઝડપા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીમાં રહેતી 19 વર્ષીય કલ્પના (નામ બદલ્યું છે) વડોદરામાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સાથે-સાથે એક સામાજિક સંસ્થામાં ફેલોશિપમાં જોડાયેલી હતી. યુવતી ઘટનાના 5 દિવસ પહેલા વડોદરાથી નવસારી પોતાના ઘરે રહેવા માટે આવી હતી. મૃતકના પરિવારના જણાવ્યા મુજબ કલ્પના ભણવામાં હોશિયાર હતી અને તે જે સંસ્થા માટે કામ કરતી હતી તેમાં વિદ્યાર્થીઓને ખોટા પગલાં નહીં ભરવા તેમજ આપઘાત નહિં કરવા માટે જાગૃત કરતી હતી. જો કે, ખુદ દીકરીએ જ આપઘાત કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *