[ad_1]
હાઈલાઈટ્સ:
- મંગળવારે BSE સેન્સેક્સ 477 પોઇન્ટ વધીને 57,897.48 પર બંધ આવ્યો
- સેન્સેક્સના ટોચના વધનારા શેરોમાં સન ફાર્મા, એશિયન પેઇન્ટ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ સામેલ
- સન ફાર્માએ કોવિડની એક મહત્ત્વની દવાના ઉત્પાદન માટે ડીસીજીઆઈની મંજૂરી મેળવી
બુધવારે કયા શેરોની ચાલ પર નજર રાખશોઃ
સન ફાર્માઃ આ કંપનીએ આજે જાહેરાત કરી હતી કે તેની એક પૂર્ણ માલિકીની કંપનીએ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) પાસેથી એમએસડી (મર્ક એન્ડ કંપની, US)ના જેનરિક વર્ઝન અને રિજબેકની મોલન્યુપિરાવિરના ઉત્પાદન અને માર્કેટિંગ માટે ઇમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન (EUA) મેળવ્યું છે. ભારતમાં તેનું વેચાણ મોલએક્સવિર બ્રાન્ડ નામથી કરવામાં આવશે.
મોલન્યુપિરાવિરના ક્લિનિકલ ડેટાના વિશ્લેષણના આધારે તેનો ઉપયોગ પુખ્ત વયના કોવિડ-19ના દર્દીઓમાં કરવામાં આવશે જેમાં SpO2 > 93 ટકા જેટલું હોય અને જેમને આ બીમારી આગળ વધવાનું વધારે જોખમ હોય તથા જેમને હોસ્ટિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ અથવા મૃત્યુનું જોખમ હોય.
ઇન્ડસઇન્ડ બેન્કઃ ઇન્ડસઇન્ડ બેન્કે ગ્રીન ફિક્સિડ ડિપોઝિટ લોન્ચ કરી છે જેમાં ડિપોઝિટની રકમનો ઉપયોગ એવા પ્રોજેક્ટ અને કંપનીઓના ફાઇનાન્સ માટે કરવામાં આવશે જે યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG)ને સપોર્ટ કરતા હોય. ઇન્ડસઇન્ડ બેન્ક વિશ્વની એવી બેન્કોમાં સામેલ છે જે આ બાબતમાં આગળ વધી છે અને રેગ્યુલર ફિક્સ્ડ ડિપોઝિટમાં પણ SDGનો સમાવેશ કર્યો છે. આ ડિપોઝિટ રિટેલ અને કોર્પોરેટ એમ બંને પ્રકારના ગ્રાહકોને ઓફર કરાશે. આ ડિપોઝિટમાંથી મળતી રકમ વિવિધ સેક્ટરમાં ઉપયોગમાં લેવાશે જે SDG કેટેગરીમાં આવતી હોય, જેમ કે એનર્જી એફિસિયન્સી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન ટ્રાન્સપોર્ટ, સસ્ટેનેબલ ફૂડ, એગ્રીકલ્ચર, ફોરેસ્ટરી, વેસ્ટ મેનેજમેન્ટ અને ગ્રીન હાઉસ ગેસ રિડક્શન.
52 સપ્તાહની ટોચે પહોંચેલા શેર્સ – નિફ્ટી 50 પર આજે બાવન સપ્તાહની ટોચ પર પહોંચેલા શેરોમાં સુપ્રીયા લાઇફસાયન્સ, જુબિલન્ટ ઇન્ડસ્ટ્રીઝ, ડી. પી. આભુષણ, સ્માર્ટલિંક હોલ્ડિંગ્સ લિમિટેડ અને ગોકળદાસ એક્સપોર્ટ લિમિટેડનો સમાવેશ થાય છે. બુધવાર, 29 ડિસેમ્બરના રોજ આ સ્ટોક્સ ટ્રેન્ડિંગ થાય તેવી શક્યતા છે.
[ad_2]
Source link