[ad_1]
હાઈલાઈટ્સ:
- રિલાયન્સ ડિજિટલ હેલ્થ દ્વારા ઓન્કોલોજી ફોકસ્ડ હેલ્થકેર પ્લેટફોર્મ કાર્કિનોવ હેલ્થકેરમાં રોકાણ
- RBL બેન્કના વિશ્વવીર આહુજાએ એમડી અને સીઈઓના પદેથી રાજીનામું આપ્યું
- લુપિનને US હેલ્થ રેગ્યુલેટર તરફથી સેવેલામેર કાર્બોનેટના માર્કેટિંગ માટે મંજૂરી મળી
HP એડ્હેસિવ્સઃ એડ્હેસિવ અને સિલન્ટ કંપનીનું સોમવારે દલાલ સ્ટ્રીટમાં લિસ્ટિંગ છે. કંપનીએ પ્રાઈમરી ઓફરિંગ દ્વારા ડિસેમ્બરમાં રૂ.125.96 કરોડ એકઠા કર્યા છે. કંપનીએ રૂ. 262 થી 274ની રેન્જમાં પોતાના શેર વેચ્યા હતા.
RIL રિલાયન્સ ડિજિટલ હેલ્થ દ્વારા ઓન્કોલોજી ફોકસ્ડ હેલ્થકેર પ્લેટફોર્મ કાર્કિનોવ હેલ્થકેરમાં રોકાણ કરવામાં આવ્યું છે. આ ફંડની રકમ જાહેર કરવામાં નથી આવી. આ સ્ટાર્ટઅપને રતન ટાટા દ્વારા વ્યક્તિગત રીતે અને ટાટા ગ્રૂપ દ્વારા સપોર્ટ મળ્યો છે.
RBL બેન્ક પ્રાઇવેટ બેન્કના વિશ્વવીર આહુજાએ એમડી અને સીઈઓના પદેથી રાજીનામું આપ્યું છે. બેન્કે વચગાળાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે રાજીવ આહુજાની નિમણૂક કરી છે. તેઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનું પદ પણ સંભાળશે
લુપિનઃ દવા ઉત્પાદક કંપનીએ જણાવ્યું કે તેને US હેલ્થ રેગ્યુલેટર તરફથી સેવેલામેર કાર્બોનેટના માર્કેટિંગ માટે મંજૂરી મળી છે. આ દવા ઓરલ સસ્પેન્સનના સ્વરૂપમાં છે અને તેનો ઉપયોગ ક્રોનિક કિડની ડિસિઝ (CKD)ની સારવારમાં થાય છે. આ દવાથી સિરમ ફોસ્ફરસને નિયંત્રણમાં રાખી શકાય છે.
કેનરા બેન્કઃ સરકારી માલિકીની બેન્કે બેસેલ-3 કમ્પ્લાયન્ટ બોન્ડ ઇશ્યૂ કરીને રૂ. 2500 કરોડ એકઠા કર્યા છે. બેન્કે બેસેલ-3 કોમ્પ્લાયન્ટ ટિયર-2 સિરિઝ 1 બોન્ડ સફળતાપૂર્વક એકત્ર કર્યા છે.
અદાણી ટ્રાન્સમિશનઃ અદાણી જૂથની કંપનીએ ખાવડા-ભુજ ટ્રાન્સમિશન લિ. હેઠળ રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન સિસ્ટમના એક્વિઝિશન માટે લેટર ઓફ ઇન્ટેન્ટ મેળવ્યો છે. તેના માટે રૂ.1200 કરોડથી વધારે મૂડીખર્ચ કરવામાં આવશે.
VST ટિલર્સ ટ્રેક્ટર્સઃ VST ટિલર્સ એ દેશનું સૌથી મોટું પાવર ટિલર્સ ઉત્પાદક છે અને બે તૃતિયાંશ માંગને સંતોષે છે. ટિલર્સની સારી માંગના કારણે તે રૂ.1000 કરોડનું વેચાણ નોંધાવે તેવી શક્યતા છે.
એસ્ટર DM હેલ્થકેરઃ દુબઈ સ્થિત હોસ્પિટલ ચેઈન એ ગલ્ફમાં સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર હેલ્થકેર ચેઇન પૈકી એક છે. ભારતમાં તે પોતાનું ફોકસ વધારી રહી છે. આગામી પાંચ વર્ષમાં તે પોતાની અડધી આવક ભારતમાંથી મેળવવાની યોજના ધરાવે છે. તે GCC ઓપરેશન્સને અલગ એન્ટીટીમાં રૂપાંતરિત કરવા માંગે છે તેમ તેના ચેરમેને જણાવ્યું હતું.
IDBI બેન્કઃ IDBI બેન્કના સ્ટ્રેટેજિક સેલ માટે સરકાર ટૂંક સમયમાં રસ ધરાવતી પાર્ટીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવશે. IDBI બેન્ક એ LICના નિયંત્રણ હેઠળની ધિરાણકાર છે. મે મહિનામાં કેબિનેટે IDBI બેન્કના સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
[ad_2]
Source link
















Leave a Reply