[ad_1]
હાઈલાઈટ્સ:
- પૈસાલો ડિજિટલ, માનકસિયા એલ્યુમિનિયમ કંપની, બેસ્ટ એગ્રોલાઈફ અને ગો ફેશન (ઇન્ડિયા)ના શેર સોમવારે બજારની સાથે ઘટ્યા
- આગામી સમયમાં સ્ટરલાઈટ ટેક્નોલોજિસના શેર પર નજર રહેશે
- આઇટીઆઇ લિમિટેડને તમિલનાડુ સરકાર પાસેથી રૂ. 432.97 કરોડનો વર્ક ઓર્ડર મળ્યો
મંગળવારે રોકાણકારોએ આ શેરોની ચાલ પર નજર રાખવી જોઈએ.
સ્ટરલાઈટ ટેક્નોલોજિસ- ડિજિટલ નેટવર્ક્સની અગ્રણી ઇન્ટીગ્રેટર કંપનીએ આજે FTTx (pFTTX)ની જનરલ અવેલેબિલિટીની જાહેરાત કરી હતી. pFTTx થી સ્કેલેબિલિટી, વધુ ઝડપી ટાઇમ-ટુ-માર્કેટ અને ટીસીઓમાં ઘટાડો જેવી સુવિધા મળે છે, જેના કારણે તે વધુ સારો કન્ઝ્યુમર અનુભવ પુરો પાડી શકે છે.
આ સોલ્યુશનથી ફાઈબર નેટવર્ક અત્યંત અસરકારક અને રિસ્પોન્સિવ બનશે. એસટીએલ 25 વર્ષ કરતા વધુ સમયથી ઓપ્ટિકલ કનેક્ટિવિટીમાં અગ્રણી છે. હવે આ સોલ્યુશન લોન્ચ થવાની સાથે એસટીએલ હોમ, સેલ સાઇટ્સ અને બિઝનેસ નેટવર્કમાં મોટા પાયે સોફ્ટવેર ડિફાઈન્ડ નેટવર્કિંગ લાવી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવામાં તે અત્યંત ઉપયોગી સોલ્યુશન બની શકે છે, જેથી દેશના જે વિસ્તારોમાં ઇન્ટરનેટ નથી પહોંચ્યું ત્યાં હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ પહોંચાડી શકાશે અને કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાશે.
આઇટીઆઇ લિમિટેડ – આ કંપનીને તમિલનાડુ સરકાર પાસેથી રૂ.432.97 કરોડનો વર્ક ઓર્ડર મળ્યો છે. મલ્ટિ-ટેક્નોલોજી પબ્લિક સેક્ટરની કંપની આઇટીઆઈ લિમિટેડને TANFINET (તમિલનાડુ ફાઇબ્રેનેટ કોર્પોરેશન લિમિટેડ) પાસેથી ઓર્ડર મળ્યો છે, જે તમિલનાડુ સરકારનું સાહસ છે. કંપનીને આ ઓર્ડર તમિલનાડુમાં ભારતનેટ ફેઝ-2ના સંદર્ભમાં મળ્યો છે. આ પ્રોજેક્ટ 360 દિવસમાં શરૂ કરવાનો રહેશે, ત્યારબાદ પ્રોજેક્ટ ચાલુ થાય ત્યારથી લઈને ત્રણ વર્ષ સુધી તેનું સંચાલન અને મેન્ટેનન્સ સંભાળવાનું રહેશે. સમગ્ર ભારતમાં ઓએફએન કાર્ય પાર પાડવામાં આઇટીઆઇ લિમિટેડ પુષ્કળ અનુભવ ધરાવે છે. કંપનીએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રૂ. 4500 કરોડની ઓએફએન કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે.
52 સપ્તાહની ટોચે પહોંચેલા શેરોઃ આજે આલ્પ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અંકિત મેટલ એન્ડ પાવર લિમિટેડ, ભારતીય ગ્લોબલ ઇન્ફોમીડિયા લિમિટેડ અને કોન્સોલિડેટેડ કન્સ્ટ્રક્શન કોન્સોર્ટિયમ લિમિટેડે 52 સપ્તાહની ટોચ બનાવી હતી. 21 ડિસેમ્બર, 2021, મંગળવારના રોજ આ શેરો ટ્રેન્ડિંગ બની શકે છે.
આ પ્રકારના વધુ આર્ટિકલ્સ વાંચવા માટે સબસ્ક્રાઈબ કરો દલાલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ જર્નલ, નંબર-વન ઈક્વિટી રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ મેગેઝીન.Disclaimer: ઉપરોક્ત આર્ટિકલ TIL દ્વારા DSIJ વતી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં આપેલી કોઈપણ વિગતો સાથે TIL જવાબદાર નથી. માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની યોગ્ય રીતે ખરાઈ કરી લેવા વિનંતી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
[ad_2]
Source link
Leave a Reply