stock tips: સોમવારે હિંદાલ્કો સહિત આ ત્રણ શેર્સ પર રાખજો નજર – these three stocks including hidalco industries to watch on monday

[ad_1]

હાઈલાઈટ્સ:

  • શનિવારે બીએસઈ 800 પોઈન્ટ્સ અને નિફ્ટી 50 263 પોઈન્ટ્સનો ઘટાડા સાથે બંધ રહ્યા.
  • એચસીએલ ટેકનોલોજીસ, ઈન્ફોસીસ, વિપ્રો અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ટોપ ગેનર્સ રહ્યા.
  • ટાટા મોટર્સ, ઈન્ડુસલેન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને ઓએનજીસી ટોપ લુઝર્સમાં સામેલ હતા.

શનિવારે શેરબજારનો સેન્સેક્સ બીએસઈ 800 પોઈન્ટ્સના ઘટાડા સાથે 57,011.74 પર બંધ રહ્યો અને નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 263 પોઈન્ટ્સના ઘટાડા સાથે 16,985.20 પર બંધ રહ્યો. એચસીએલ ટેકનોલોજીસ, ઈન્ફોસીસ, વિપ્રો અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ટોપ ગેનર્સ રહ્યા. ટાટા મોટર્સ, ઈન્ડુસલેન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને ઓએનજીસી ટોપ લુઝર્સમાં સામેલ હતા. સોમવારે આ ત્રણ શેર્સ પર નજર રાખજો.

હિંદાલ્કો ઈન્ડસ્ટ્રીઝ: એલ્યુમિનિયમ આધારિત કન્ઝુમર પ્રોડક્ટ્સ નિર્માતા હિંદાલ્કોએ શુક્રવારે માહિતી આપી હતી કે, તેણે રૂ. 247 કરોડના એન્ટરપ્રાઈઝ મૂલ્યમાં આંધ્ર પ્રદેશમાં નોર્વે-હેડક્વાર્ટર ધરાવતા હાઈડ્રોના એલ્યુમિનિયમ એક્સટુઝન બિઝનેસને હસ્તગત કરવા માટે એક કરાર પર સહી કરી છે. કુપ્પમ પ્લાન્ટને હસ્તગત કરવો એ મૂલ્યવર્ધિત બજારમાં અમારી હાજરીને વિસ્તારવા માટેનું એક વ્યુહાત્મક પગલું છે. તેણે વાયર અને કેબલ નિર્માતા પોલિકેબ ઈન્ડિયાની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીમાં 100 ટકા ઈક્વિટી પમ હસ્તગત કરી છે. હિંદાલ્કોએ જણાવ્યું હતું કે, એક્વિઝિશન તેની કોપર રોડ ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવશે, જે કંપનીને ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક ક્ષેત્રોની વધતી માંગને પહોંચી વળવા માટે સમયાંતરે બજાર લાભ પૂરો પાડશે.
એક વર્ષ માટે રોકાણ કરવાનો પ્લાન હોય તો આ છ શેર્સ બની શકે સારો ઓપ્શન
ટેક મહિન્દ્રા: કંપનીએ જાહેરાત કરી હતી કે, SOVICO માટે ટેકનોલોજી-લેડ ટ્રાન્સફોર્મશનને આગળ વધારવા માટે બેંકિંગ અને ફાઈનાન્સ, એવિએશન અને ઔદ્યોગિક ક્ષેત્રમાં હાજરી ધરાવતા વિયેતનામના અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપ સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર સહી કરવામાં આવી છે. તેનાથી તેમને સમગ્ર ડિજિટલ આઈટી ઓપરેશન્સમાં વધુ ફ્લેક્સિબિલિટી માટે આઈસીટી સોલ્યુશન્સ આપવામાં મદદ મળશે, જેમાં કોર ઓપરેશન્સ અને ઈન્ટરનલ એપ્લિકેશનને આધુનિક બનાવવાનો સમાવેશ થાય છે.
પેટીએમ, નાયકા, પોલિસીબજારના શેર્સ હાલના ભાવે ખરીદવાનું રિસ્ક લેવાય?
વક્રાંગી: કંપનીએ જાહેરાત કરી કે, તેણે ઓનલાઈન દવાઓ અને હેલ્થકેર સર્વિસીઝ પૂરી પાડવા માટે ફાર્મઈઝી (એક્સેલિયા સોલ્યુસન્સ પ્રાઈવેટ લિમિટેડ) સાથે જોડાણ કર્યું છે. ટાયર-5 અને 6 શહેરોમાં નેક્સ્ટજેન વક્રાંગી કેન્દ્રના 70 ટકા આઉટલેટ્સ સાથે, વક્રાંગી ભારતના એ વસ્તીને દવાઓ અને હેલ્થકેર સેવા પૂરી પાડશે જેઓ તેનાથી વંચિત રહ્યા છે. વક્રાંગી કેન્દ્રો બેન્કિંગ, વિમા, એટીએમ, આસિસ્ટેડ ઈ-કોમર્સ, ઈ-ગવર્નન્સ અને લોજિસ્ટિકમાં વિશિષ્ટ રીતે ઉત્પાદનો અને સેવાઓની વ્યાપક શ્રેણી ઓફર કરે છે. વક્રાંગી, તેના કેન્દ્રો અને ભારતઈઝી મોબાઈલ સુપર એપ દ્વારા ભારતના દૂરના વિસ્તારોમાં દવાઓ અને હેલ્થકેર સેવાઓ પૂરી પાડવામાં સક્ષમ બનશે.
Stock Analysis: મંદીમાં પણ અડીખમ Infosysનો શેર નવી ઉંચાઈને આંબશે?
52 વીક હાઈ સ્ટોક્સ: પર્સિસ્ટન્ટ, કેપીઆર મિલ્સ, બિરલા સોફ્ટ, ગ્રાઈન્ડવેલ અને ટેક મહિન્દ્રા શેર આજે 52 સપ્તાહની ટોચ પર પહોંચ્યા. સોમવારે પણ આ સ્ટોક ટ્રેન્ડ કરે તેવી શક્યતા છે.

આ પ્રકારના વધુ આર્ટિકલ્સ વાંચવા માટે સબસ્ક્રાઈબ કરો દલાલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ જર્નલ, નંબર-વન ઈક્વિટી રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ મેગેઝીન.

Disclaimer: ઉપરોક્ત આર્ટિકલ TIL દ્વારા DSIJ વતી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં આપેલી કોઈપણ વિગતો સાથે TIL જવાબદાર નથી. માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની યોગ્ય રીતે ખરાઈ કરી લેવા વિનંતી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *