stock market return: Riskના બદલામાં Reward : 2021માં રોકાણકારોને શેરબજારમાં 72 લાખ કરોડની કમાણી – indias-record-stock-rally-made-investors-richer-by-rs-72-lakh-crore-in-2021

[ad_1]

હાઈલાઈટ્સ:

  • 2021માં માર્કેટમાં લિસ્ટેડ શેરોની કુલ વેલ્યૂ 260 લાખ કરોડે પહોંચી હતી
  • 18 ઓક્ટોબરે સેન્સેક્સે 61,765.59 ની લાઈફ ટાઇમ હાઇ સપાટી બનાવી હતી
  • સેન્સેક્સનો PE રેશિયો 27.11 થવાથી વિશ્વના મોટા બજારોમાં સૌથી મોંઘું માર્કેટ બન્યું

કોરોના વાઈરસની બીજી લહેરે આતંક મચાવ્યો હોવા છતાં 2021માં ભારતીય શેરબજારે નવી ઊંચાઈ સર કરી હતી. વિશ્વની મોટી સેન્ટ્રલ બેન્કોની નીતિ, ઘરઆંગણે સરકારી નીતિઓના સપોર્ટ અને વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનના કારણે બજારને વેગ મળ્યો હતો. ભારતીય બજારમાં જંગી પ્રમાણમાં લિક્વિડિટી ઠલવાઈ હોવાથી બજારો ઊંચકાયા હતા.

2021માં ભારતીય રોકાણકારોની સંપત્તિમાં 72 લાખ કરોડ રૂપિયાનો જંગી વધારો થયો હતો. આ સાથે જ માર્કેટમાં લિસ્ટેડ શેરોની કુલ વેલ્યૂ 260 લાખ કરોડે પહોંચી હતી.

BSE સેન્સેક્સે આ વર્ષે પહેલી વખત 50,000ની સપાટી પાર કરીને વિક્રમ બનાવ્યો હતો. ત્યાર પછી સાત મહિનાની અંદર તેણે 60,000ની સપાટી પણ પાર કરી હતી. 18 ઓક્ટોબરે સેન્સેક્સે 61,765.59 ની લાઈફ ટાઇમ હાઇ સપાટી બનાવી હતી.

ઓમિક્રોનના કારણે વર્ષના અંતમાં બજારને ફરીથી ફટકો લાગ્યો હતો, છતાં 30 શેરના સેન્સેક્સે ચાલુ વર્ષે લગભગ 20 ટકા વળતર આપ્યું છે અને મોટા ભાગના વૈશ્વિક બજારોને પાછળ રાખી દીધા હતા.

જોકે, સેન્સેક્સ અત્યારે વિશ્વના બજારોમાં સૌથી મોંઘું પણ છે. હાલમાં સેન્સેક્સનો PE રેશિયો 27.11 ચાલે છે.

એટલે કે સેન્સેક્સની 30 કંપનીઓની ભવિષ્યની પ્રત્યેક રૂપિયાની કમાણી સામે રોકાણકારો 27.11 રૂપિયા ચુકવે છે. તેની સામે છેલ્લા 20 વર્ષનો સરેરાશ PE રેશિયો 19.80 હતો. જોકે, આવી સ્થિતિ માત્ર ભારતીય શેરબજારમાં છે એવું નથી.

US ફેડરલ રિઝર્વની આગેવાની હેઠળ ગ્લોબલ સેન્ટ્રલ બેન્કોએ નાણાકીય બજારોમાં કરોડો અબજો ડોલર ઠાલવ્યા છે. તેના કારણે લિક્વિડિટી વધી છે અને ગ્રોથને ટેકો મળ્યો છે.

છેલ્લા દોઢ વર્ષથી US ફેડ દર મહિને 120 અબજ ડોલરના બોન્ડ ખરીદે છે. ભારતમાં પણ સરકાર અને RBIએ અર્થતંત્રને વેગ આપવા માટેના પગલાં લીધા છે.

રિઝર્વ બેન્કે ગયા મે મહિનાથી પોલિસી રેટ ચાર ટકાના દરે રાખ્યા છે જે ઓલ-ટાઈમ નીચા દર છે.

જોકે, આવી સ્થિતિમાં પણ માર્કેટે કેટલાક રોકાણકારોને પાઠ ભણાવ્યો છે. ભારતમાં તાજેતરમાં PayTMના રૂ.18,300 કરોડનો આઇપીઓ આવ્યો હતો. જે ભારતનો સૌથી મોટો ઇશ્યૂ હતો અને સૌથી વધુ હાઈપ પેદા કરવામાં આવ્યો હતો.

જોકે, લિસ્ટિંગના દિવસે જ આ શેરમાં 27 ટકાનો કડાકો થયો હતો. ત્યાર પછીના સત્રોમાં પણ પેટીએમનો શેર ઘટતો રહ્યો છે. હાલમાં તે રૂ. 1360 પર ટ્રેડ થાય છે જ્યારે તેનો ઇશ્યૂ ભાવ રૂ. 2150 હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *