Stock Market: Expert’s View: 2022ના પ્રથમ ટ્રેડિંગ દિવસે આ ત્રણ સ્ટોક્સ પર લગાવી શકાય છે દાવ – stock market expert kunal bothra top 3 stocks for first trading day of 2022

[ad_1]

હાઈલાઈટ્સ:

  • આ વર્ષનો અંત સારો રહ્યો કારણ કે શુક્રવારે અંતિમ દિવસે બજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું
  • માર્કેટ નિષ્ણાત કૃણાલ બોથરાએ ત્રણ સ્ટોક્સની પસંદગી કરી જેના પર 2022ના પ્રથમ દિવસે દાવ લગાવી શકાય છે
  • બોથરાના આ ત્રણ સ્ટોક્સમાં વોડાફોન આઈડિયા, આઈશર મોટર્સ અને એચયુએલનો સમાવેશ થાય છે

2021નું વર્ષ શેર માર્કેટમાં ભારે વોલેટાઈલ રહ્યું હતું. હવે નવા વર્ષમાં માર્કેટમાં તેજી જળવાઈ રહે તેવી આશા રોકાણકારો રાખી રહ્યા છે. 2022ના પ્રથમ બે દિવસ શનિ-રવિ હોવાથી માર્કેટ બંધ છે. હવે 3 જાન્યુઆરીએ સોમવારે વર્ષનો પ્રથમ ટ્રેડિંગ દિવસ છે. ઘણા રોકાણકારો નવા વર્ષની પ્રથમ ખરીદી કઈ કરવી તેને લઈને મૂંઝવણમાં હોઈ શકે છે. જોકે, અમારા સહયોગી ઈકોનોમિક ટાઈમ્સ સાથેની વાતચીતમાં માર્કેટ એક્સપર્ટ કૃણાલ બોથરાએ ત્રણ સ્ટોક્સની વાત કરી છે જેના પર ટ્રેડિંગના પ્રથમ દિવસે દાવ લગાવી શકાય છે.
ચાઈનીઝ મોબાઈલ કંપની MI અને Oppoએ ભારતમાં અબજો રુપિયાની ગોલમાલ કરી?આપણે જાણીએ છીએ કે 2020ના પ્રથમ હાફમાં શું અટકી ગયું હતું અને બાદમાં બજારે આપણને સરપ્રાઈઝ આપી હતી. પરંતુ 2021માં સેન્ટિમેન્ટ્સ થોડા મજબૂત બન્યા હતા. આ વર્ષનો અંત સારો રહ્યો કારણ કે શુક્રવારે અંતિમ દિવસે બજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બંને ઈન્ડેક્સ ગ્રીન રહ્યા હતા. સમગ્ર રીતે જોતા ઈક્વિટી માટે ઘણું સારું વર્ષ રહ્યું હતું. 2022માં પણ બજારનો આ ટ્રેન્ડ યથાવત રહી શકે છે.

3 જાન્યુઆરીએ પ્રથમ ટ્રેડિંગ દિવસે સ્ટોક સ્પેસિફિક ભલામણ કરતા તેમણે કહ્યું હતું કે, હું ત્રણ સ્ટોક્સ આઈડિયા વિચારી રહ્યો છું અને તેની ભલામણ કરી રહ્યો છું. પ્રથમ છે વોડાફોન આઈડિયા. આ સ્ટોક અસાધારણ રીતે મજબૂત દેખાય છે અને તે 2021માં પોતાના માટે હાયર નોટ પર સમાપ્ત થયો હતો. તેથી વોડાફોન આઈડિયા માટે 20 રૂપિયાનો ટાર્ગેટ રાખવામાં આવી શકાય છે અને 13.50 રૂપિયા સ્ટોપ લોસ રાખી શકાય.
Budget 2021: બંગાળની ચૂંટણી પર નજર? સીતારમણે રવિન્દ્રનાથ ટાગોરને યાદ કર્યાએફએમસીજી સેક્ટરમાંથી હું એચયુએલની પસંદગી કરું છું. તેના ઈન્ડિકેટર્સ બ્રેકઆઉટના સંકેત આપી રહ્યા છે. હું એચયુએલને 2,260ના સ્ટોપલોસ સાથે 2,550ના ટાર્ગેટ પર ખરીદીની ભલામણ કરુ છું. મારો ત્રીજો સ્ટોક આઈશર મોટર્સ છે જે અન્ડરપર્ફોર્મર રહ્યો છે પરંતુ મજબૂત મોમેન્ટમ ઝોનમાં પાછો ફરી રહ્યો છે. મારું માનવું છે કે આ સ્ટોક મજબૂત પ્રદર્શન કરી શકે છે. હું આઈશર મોટર્સને 2,750 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની ભલામણ કરીશ અને તેના માટે 2,500નો સ્ટોપલોસ રાખવો જોઈએ.

[ad_2]

Source link