stock market 2022: Market Analysis: જાન્યુઆરી 2022માં આ બે પરિબળો શેરબજારની ચાલ નક્કી કરશે – q3-results-pre-budget-expectations-to-provide-market-triggers

[ad_1]

હાઈલાઈટ્સ:

  • જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં બજારમાંથી એક લાખ કરોડથી વધારે રૂપિયા ખેંચાઈ ગયા
  • એક દેશ તરીકે ભારતમાં ચોખ્ખો ઇનફ્લો આવ્યો છે, પરંતુ સેકન્ડરી માર્કેટમાં આઉટફ્લો જોવા મળ્યો
  • પ્રિ-બજેટ મુવમેન્ટની અપેક્ષા હતી, પરંતુ સંસદનું આ સત્ર ધોવાઈ ગયું છે

કેલેન્ડર વર્ષ 2021 સમાપ્ત થવા આવ્યું છે ત્યારે રોકાણકારોની નજર હવે જાન્યુઆરી 2022 પર છે. માર્કેટના નિષ્ણાત અજય બગ્ગાએ આગામી મહિના માટે કેટલીક મહત્ત્વની આગાહી કરી છે.

તેઓ કહે છે કે 10 જાન્યુઆરી પછી ત્રીજા ક્વાર્ટરના પરિણામ પર બજારની નજર રહેશે. ત્યાર પછી પ્રિ-બજેટ અપેક્ષાઓ બજારના સેન્ટીમેન્ટને નક્કી કરશે.

નિફ્ટીની ચાલ વિશે તેમણે કહ્યું કે વોલ્યુમ બહુ ઓછું હોવાથી આગામી પાંચ દિવસમાં બજારની ચાલ વિશે કંઇ કહી ન શકાય. અત્યારે ત્રણ ઇશ્યૂ માર્કેટ પર અસર કરશે. 1) વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેન્કની ચુસ્ત નીતિ 2) ઓમિક્રોનનો ફેલાવો અને અર્થતંત્ર પર તેની અસર. 3) અર્થતંત્ર પર ફુગાવાની અસર.

ભારતમાં હવે FIIના આઉટફ્લોનો પણ ઇશ્યૂ છે. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં બજારમાંથી એક લાખ કરોડ રૂપિયા ખેંચાઈ ગયા છે. જોકે, તેમાંથી અમુક રૂપિયા આઇપીઓ ઇનફ્લો તરીકે પરત આવ્યા છે. આ ઉપરાંત સ્ટાર્ટ-અપ્સમાં વેન્ચર કેપિટલ ફંડિંગ પણ આવ્યું છે.

તેથી એક દેશ તરીકે આપણે ત્યાં ચોખ્ખો ઇનફ્લો આવ્યો છે, પરંતુ સેકન્ડરી માર્કેટમાં આઉટફ્લો જોવા મળ્યો છે અને છેલ્લા ત્રણ મહિનામાં તેમાં વધારો થયો છે. ભારતીય માર્કેટ માટે તે એક મોટું સેન્ટીમેન્ટલ ફેક્ટર છે.

અજય બગ્ગા કહે છે કે અમે પ્રિ-બજેટ મુવમેન્ટની અપેક્ષા રાખતા હતા, પરંતુ સંસદનું આ સત્ર ધોવાઈ ગયું છે. તેમાં બહુ ઓછી કામગીરી થઈ છે. બજારની નજર હવે 10 જાન્યુઆરી પછી આવી રહેલા પરિણામો પર રહેશે. આજથી 15 દિવસ પછી આ બધા પરિબળો બજારને પ્રેરિત કરશે.

તાજેતરમાં ઇટીને આપેલી એક મુલાકાતમાં અજય બગ્ગાએ 2022માં રોકાણ કરવા માટેના પાંચ સેક્ટર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ફાઇનાન્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગૂડ્સ, રિયલ એસ્ટેટ અને ઓટો સેક્ટર પર બજારની નજર રહેશે.

તેમણે જણાવ્યું કે આગામી વર્ષ માટે અમુક ટ્રેન્ડ સ્પષ્ટ છે. એક તો વૃદ્ધિદર નરમ રહેશે. ચીનમાં ગ્રોથ ધીમો પડ્યો છે તેથી એક મોટા સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત શક્ય છે.

ભારતમાં ફાઇનાન્શિયલ અને બેન્કો સારો દેખાવ કરશે. ક્રેડિટ ગ્રોથ 6 ટકાથી વધીને 8 ટકા સુધી પહોંચશે જે આગામી વર્ષમાં ડબલ ડિજિટને સ્પર્શ કરશે.

ઇન્ડસ્ટ્રીયલ્સમાં કેપિટલ ગૂડ્સમાં મૂડી ખર્ચ ધીમે ધીમે વધી રહ્યો છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ તો એફોર્ડેબલ હાઉસિંગ સિવાય તેમાં બહુ ઓછું ઓફરિંગ છે.

20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.

Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link