[ad_1]
હાઈલાઈટ્સ:
- ધોરણ દસમાં ગણિતનું પુસ્તક એક જ રહેશે, પરંતુ બેસિક અને સ્ટાન્ડર્ડ મેથ્સના ઓપ્શન મળશે
- સિલેબસ પણ એક જ, પરંતુ સ્ટાન્ડર્ડ કરતાં બેસિક મેથ્સનું પ્રશ્નપત્ર પ્રમાણમાં સરળ રહેશે
- બેસિક મેથ્સ રાખનારાને જો એ અથવા એબી ગ્રુપમાં જવું હોય તો જુલાઈમાં સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપવી પડશે
દર વર્ષે ધોરણ 10માં લાખો વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થતાં હોય છે. વળી, જે લોકોને 11-12 સાયન્સમાં ગણિત નથી ભણવાનું તે લોકોને પણ દસમા ધોરણમાં ગણિત તો ભણવું જ પડે છે. આ બાબતને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ દ્વારા દસમા ધોરણમાં ગણિત બેસિક અને ગણિત સ્ટાન્ડર્ડ એમ બે વિકલ્પ રજૂ કરવામાં આવ્યા છે. જોકે, તેમાં પણ બેસિક ગણિત ભણનારાને સાયન્સમાં એડમિશન નહોતું મળતું, પરંતુ હવે સરકારે તેમાં પણ એક મોટી રાહત આપી છે.
શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ અનુસાર, 2021-22માં લેવાનારી પરીક્ષામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને મેથ્સ સ્ટાન્ડર્ડ અને મેથ્સ બેસિક એમ બે ઓપ્શન્સ મળશે. જેમાંથી વિદ્યાર્થી પોતાની મરજીથી કોઈએક વિષય પસંદ કરી શકશે. જોકે, તેમાં ગણિતનું પુસ્તક તો એક જ રહેશે, પરંતુ સ્ટાન્ડર્ડ અને બેસિક પ્રશ્નપત્રની સ્ટાઈલ અલગ અને સ્ટાન્ડર્ડ મેથ્સના પ્રમાણમાં સહેલી રહેશે. એટલું જ નહીં, હવે જે લોકો બેસિક ગણિત ભણશે તેમને પણ સાયન્સમાં એડમિશન મળશે.
આ ઠરાવમાં જણાવાયું છે કે, ધોરણ 11માં બેસિક ગણિત રાખીને ભણતા વિદ્યાર્થીઓ ધોરણ 11માં બી અથવા એબી ગ્રુપમાં એડમિશન મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, જે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગમાં જવું હોય તે લોકો એ અથવા એબી ગ્રુપ સિલેક્ટ કરતા હોય છે. જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી પણ ભણાવાય છે. જોકે, જે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગમાં નથી જવું તે લોકો બી ગ્રુપમાં જઈ ફાર્મા કે મેડિકલમાં કરિયર બનાવતા હોય છે.
શિક્ષણ વિભાગનો ઠરાવ જણાવે છે કે, બેસિક ગણિતનો વિદ્યાર્થી એ અથવા એબી ગ્રુપમાં એડમિશન નહીં મળી શકે, પરંતુ તેને બી ગ્રુપમાં ચોક્કસ પ્રવેશ મળશે. વળી, દસમા ધોરણની બોર્ડની પરીક્ષા બાદ પણ બેસિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીને પણ જો એ અથવા એબી ગ્રુપમાં એડમિશન લેવાનું થાય તો તેના માટે તેણે જુલાઈ મહિનામાં યોજાતી પૂરક પરીક્ષામાં બેસવું પડશે, અને તેમાં ગણિત સ્ટાન્ડર્ડ પાસ કર્યા બાદ તેઓ 11 સાયન્સમાં ગ્રુપ એ અથવા ગ્રુપ એબી માં એડમિશન લેવા પાત્ર બનશે.
[ad_2]
Source link
Leave a Reply