startup summit in ahmedabad: 9 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાશે સ્ટાર્ટઅપ સમિટ, ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી! – start up summit to be held in ahmedabad before the vibrant gujarat global summit

[ad_1]

હાઈલાઈટ્સ:

  • વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કરાયું છે.
  • 9 જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં અમિત શાહને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ અપાયું.
  • iCreateના કેમ્પ્સ ખાતે સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે,

ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સમિટના ભાગરૂપે અમદાવાદમાં એક સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કરવામાં આવશે. જેનો ઉદ્દેશ રોકાણકારો, ઑન્ટ્રપ્રનિયર્સ, વેન્ચર કેપિટલિસ્ટ્સને એક મંચ પર લાવવાનો છે, તેમ સોમવારે એક અધિકારીએ જણાવ્યું હતું.

પરાગ અગ્રવાલ બનશે Twitterના સીઈઓ, જેક ડોર્સીએ આપ્યું રાજીનામું

વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ સમિટમાં ઊભરતા સ્ટાર્ટઅપ, રોકાણકારો, ઔદ્યોગિક અગ્રણીઓ, યૂનિકોર્ન સ્થાપકો, લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ સ્થાપકો એક મંચ પર એકઠા થશે. 9 જાન્યુઆરી 2021ના રોજ અમદાવાદ જિલ્લામાં આવેલા iCreate (ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઑન્ટ્રપ્રનિયરશીપ્સ એન્ડ ટેક્નોલોજી)ના કેમ્પ્સ ખાતે સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ અધિકારીએ ઉમેર્યું,

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા છે તેમ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના મુખ્ય સચિવ અંજુ શર્માએ જણાવ્યું. અંજુ શર્મા આ ઈવેન્ટના નોડલ ઓફિસર છે. કાર્યક્રમના અલગ-અલગ સેશન્સમાં કેંદ્રીય મંત્રીઓ પિયૂષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે.

“સ્ટાર્ટઅપની ઈકોસિસ્ટમના સ્ટેકહોલ્ડર્સને પ્રોત્સાહિત કરીને નોકરી અને મૂલ્ય સર્જન અંગે ચર્ચા માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત અને દેશના અન્ય ભાગોમાંથી આશરે 1500 સ્ટાર્ટઅપ અને 75-100 ફંડિંગ એજન્સીઓ ઈવેન્ટમાં ભાગ લેવાની છે. ફ્લેગશીપ ઈવેન્ટમાં યૂનિકોર્ન કોન્ક્લેવ થશે જેમાં દેશભરમાંથી ડઝન જેટલા સફળ સ્ટાર્ટઅપના ફાઉન્ડર ભાગ લેશે” , તેમ અંજુ શર્માએ પત્રકારોને જણાવ્યું.

સોફ્ટ બેન્કના મનોજ કોહલી, ભારતપેના શાશ્વત નાકરાણી, ઓયો રૂમ્સના રિતેશ અગ્રવાલ, CREDના કુણાલ શાહ, 100X VCના સંજય મહેતા, ઈન્ટેલઈન્ડિયાના નિવૃત્તિ રાય સહિત જાણીતા ઉદ્યોગસાહસિકો આ કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના ભય સામે ગુજરાત થઈ રહ્યું છે સુસજ્જ

આ ઈવેન્ટના ઈન્ટરનેશનલ પાર્ટનર તરીકે ઈઝરાયલ જોડાશે. સાથે જ iCreate, iHub, GUSEC જેવી સ્ટાર્ટઅપ અને ઈનોવેશન્સ માટેની રાજ્યની ત્રણ ઈન્સ્ટીટ્યૂટ સ્ટાર્ટઅપ ઈન્ડિયા, DPIIT, ASSOCHAM, GCCI, CII અને TiE અમદાવાદના સહયોગથી આ ઈવેન્ટનું આયોજન કરશે, તેમ અંજુ શર્માએ ઉમેર્યું. ગુજરાતમાંથી 75થી વધુ સ્ટાર્ટઅપનું એક્ઝિબિશન પણ યોજાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *