Startup India: ભારતમાં 33 સ્ટાર્ટઅપ બન્યા યુનિકોર્ન, યુકેને પછાડી ત્રીજા ક્રમે પહોંચ્યું – india displaces uk to be 3rd top country hosting unicorns but behind us and china

[ad_1]

ભારતમાં એક વર્ષની અંદર એક અબજ ડોલરથી વધારે મૂલ્ય ધરાવતી 33 સ્ટાર્ટઅપ કંપનીઓને યુનિકોર્નનો દરજ્જો મળ્યો છે. આ સાથે જ ભારતે યુનિકોર્નની યાદીમાં બ્રિટનને પાછળ રાખી દીધું છે.

હુરૂન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ તરફથી બુધવારે જાહેર કરેલી યાદીમાં યુનિકોર્ન કંપનીઓના નામ આપવામાં આવ્યા હતા. જેમાં ભારતનું પ્રદર્શન ઘણું સારું જોવા મળી રહ્યું છે પરંતુ અમેરિકા અને ચીન હજી પણ તેનાથી ઘણા આગળ છે. ભારત યુકેને પાછળ રાખીને આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચ્યું છે.
એક વર્ષમાં આપ્યું 4,500% રિટર્ન, શું આ ક્રિપ્ટોકોઈન હજી પણ કમાણી કરાવી શકે છે?અમેરિકામાં આ વર્ષે 254 યુનિકોર્ન કંપનીઓ ઊભી થઈ છે. આ સાથે જ આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કંપનીઓની સંખ્યા વધીને 487 થઈ ગઈ છે. બીજી તરફ ચીનમાં આ વર્ષે 74 યુનિકોર્ન કંપનીઓ ઊભી થઈ છે અને કુલ સંખ્યા વધીને 301 થઈ ગઈ છે.

જો ભારતની વાત કરવામાં આવે તો આ વર્ષે 33 સ્ટાર્ટઅપ કંપનીઓ એક અબજ ડોલરથી વધારે મૂલ્ય સાથે યુનિકોર્નનો દરજ્જો મેળવવામાં સફળ રહી છે. આ સાથે જ ભારતમાં કુલ 54 યુનિકોર્ન સ્ટાર્ટઅપ થઈ ગયા છે. જ્યારે બ્રિટનમાં આ વર્ષે 15 નવી યુનિકોર્ન બનવાનીસાથે કુલ સંખ્યા 39 પર પહોંચી ગઈ છે. તે ભારતથી એક સ્થાન પાછળ ચોથા સ્થાને ખસી ગયું છે.
Expert’s advice: આગામી 4-5 વર્ષમાં કયા બ્લૂચીપ શેર્સના ભાવ ડબલ થઈ શકે?હુરુન રિપોર્ટ ઈન્ડિયાના ડાયરેક્ટર તથા મુખ્ય રિસર્ચર અનસ રહેમાન જુનૈદે કહ્યું હતું કે, ભારત હાલમાં સ્ટાર્ટઅપ વિસ્ફોટની સ્થિતિમાં છે. એક જ વર્ષમાં ભારતના યુનિકોર્નની સંખ્યા ડબલથી પણ વધારે કરી લીધી છે. આ ઉપરાંત અમેરિકામાં આઈટી કંપનીઓનો ગઢ ગણાતી સિલિકોન વેલીમાં પણ 50થી વધારે યુનિકોર્ન કંપનીઓના સંસ્થાપક ભારતીય છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *