starlink internet india: ભારત સરકારે એલન મસ્કને આપ્યો ઝટકો, સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવા કહ્યું – government warns indian, don’t subscribe to elon musk owned starlink internet service

[ad_1]

હાઈલાઈટ્સ:

  • એલન મસ્કની કંપનીને ભારત સરકારે આપ્યો મોટો ઝટકો
  • સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસે ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા માટેનું લાયસન્સ લીધું નથી
  • સરકારે કંપનીને તાત્કાલિક પોતાની સેવાઓ પર રોક લગાવવા માટે કહ્યું

ભારતમાં એલન મસ્કની કંપની સ્ટારલિંક દ્વારા તેની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાઓ માટે પ્રી-બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પણ ભારત સરકારે એલન મસ્કની કંપનીને મોટો ઝટકો આપતાં સ્ટારલિંકની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવાવનો આદેશ કરી દીધો છે. અને તેની પાછળનું કારણ એ છે કે, એલન મસ્કની કંપની દ્વારા ભારતમાં સેટેલાઈટ ઈન્ટરેનટ સર્વિસ પૂરી પાડવા માટેનું જરૂરી લાયસન્સ ભારત સરકાર પાસેથી લેવામાં આવ્યું નથી. જો કે, સરકાર દ્વારા એલન મસ્કની કંપનીને જરૂરી લાયસન્સ લઈ લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

સરકારે તાત્કાલિક પ્રભાવથી રોક લગાવવા માટે કહ્યું

સરકારે શુક્રવારે કહ્યું કે, સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસની પાસે ભારતમાં સેટેલાઈટ આધારિત ઈન્ટરનેટ સેવાઓ આપવા માટેનું લાયસન્સ નથી. તેવામાં લોકોને વિજ્ઞાપનમાં દેખાડવામાં આવી રહેલી એલન મસ્કની કંપનીની સેવાઓનું રજિસ્ટ્રેશન ન કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. દૂરસંચાર વિભાગે સ્ટારલિંકને સેટેલાઈટ આધારિત ઈન્ટરનેટ સેવાઓ રજૂ કરવા માટેના નિયમોનું પાલન કરવા અને ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાઓની બુકિંગ અને સેવાઓ પ્રદાન કરવા પર તાત્કાલિક પ્રભાવથી રોક લગાવવા માટે કહ્યું છે.

વેબસાઈટમાં પ્રી બુકિંગ શરૂ કર્યું હોવાની જાહેરાત કરી

દૂરસંચાર વિભાગ દ્વારા એક નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે, એમ જાણવા મળ્યું છે કે, સ્ટારલિંકે ભારતમાં સેટેલાઈટ આધારિત સ્ટારલિંક ઈન્ટરનેટ સેવાઓના પૂર્વ વેચાણ અને બૂકિંગ શરૂ કરી દીધા છે. વિભાગે આ ઉપરાંત કહ્યું કે, વેબસાઈટ ઉપરથી પણ આ સ્પષ્ટ થાય છે કે કંપની દ્વારા પ્રી બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. વેબસાઈટ મારફતે ભારતમાં ઉપયોગકર્તાં, કંપનીના ઉપગ્રહ આધારિત ઈન્ટરનેટ સેવાઓ બુક કરી શકે છે.
ટાટા-બિરલાને બેંક ચલાવવા નથી દેવા ઈચ્છતી આરબીઆઈ, આ મામલે કેમ કડક થઈ રહ્યા છે નિયમ?
ઉલ્લેખનીય છે કે, સ્ટારલિંક ઈન્ડિયા તરફથી થોડા દિવસો પહેલાં આપેલાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસને લઈને લોકોમાં ભારે જોશ જોવા મળી રહ્યો છે. અને તેનો અંદાજો એ વાતથી લગાવવામાં આવી શકે છે કે દેશમાં પ્રી ઓર્ડર બુકિંગનો આંકડો 5 હજારને પાર પહોંચી ચૂક્યો છે. જણાવી દઈએ કે, એલન મસ્કની કંપની 2022ના અંત સુધીમાં દેશમાં ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માગે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *