stale whet bread: રાતની ‘વાસી’ રોટલીના ફાયદા જોઇને આશ્રર્યમાં પડી જશો, આ રીતે કરો ઉપયોગ – benefits of stale wheat bread for health and skin too

[ad_1]

હાઈલાઈટ્સ:

  • રાતની બચેલી રોટલીને સવારે નવશેકા દૂધમાં પલાળીને ખાવાથી તંદુરસ્તી વધે છે
  • સતત એક મહિના સુધી આ રીતે રોટલીનું સેવન કરશો તો બ્લડ શુગર જાતે જ નોર્મલ થઇ જશે
  • વાસી રોટલીમાંથી ફેસ પેક અને સ્ક્રબ પણ બનાવી શકાય છે, જે તમારા ચહેરાને ગ્લો આપશે

નવી દિલ્હીઃ રાતે જમ્યા પછી રોટલી બચે એવુ લગભગ દરેક ઘરમાં થતું હશે. આ બચેલી રોટલીને આપણે મોટાભાગે પેટ્સ કે ગલીના કૂતરાઓને ખવડાવી દઇએ છીએ. ઘણીવાર તો એમ પણ નથી કરી શકતા, જેના લીધે રોટલીનો બગાડ થાય છે. જોકે રાતની બચેલી અને સવારે એજ વાસી રોટલી ફાયદા વિશે જાણીને કોઇપણ અચરજમાં પડી શકે છે.

મોટાભાગના ઘરોમાં સામાન્ય રીતે ઘઉંની રોટલી બનતી હોય છે. આ એક સારી ટેવ છે કે, મોટાભાગના લોકો તાજુ ભોજન લેવાની સલાહ આપે છે, પરંતુ ઘઉંની રોટલીમાં થોડુ અલગ છે. ઘઉંની રોટલી બનાવીને 8થી 12 કલાક પછી એને ખાવાથી વધુ પૌષ્ટિક પુરવાર થાય છે. આજ કારણ છે કે, પહેલાના વખતના લોકો સવાર માટે રાતે જ રોટલી બનાવીને મૂકી રાખતાં હતા. ગામડાઓમાં આજે પણ આ પ્રથા જોવા મળે છે.

રાતની બચેલી રોટલીને સવારે નવશેકા દૂધમાં પલાળીને ખાવાથી તંદુરસ્તી આવે છે. પેટ સાફ રહે છે અને શરીર મજબૂત બને છે. જો તમે સતત એક મહિના સુધી આ રીતે રોટલીનું સેવન કરશો તો બ્લડ શુગર જાતે જ નોર્મલ થઇ જશે.

રાતની વાસી રોટલી સવારે દૂધ સાથે ખાવાથી ભૂખ પણ નિયંત્રણમાં રહે છે. શરીરને મળતાં પોષક તત્વો તમારા હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. શરીરને આ પ્રકારના ફાયદા મળતાં સ્કિનની કોશિકાઓ પણ અંદરથી સ્વસ્થ બને છે સ્કિનને ગ્લો મળે છે.

તમે વાસી રોટલીથી ફેક પેક પણ તૈયાર કરી શકો છો. જેનો પહેલીવાર ઉપયોગ કરવામાં જ અણધાર્યુ પરિણામ મળે છે. વાસી રોટલીમાંથી બનાવેલા ફેસ પેકનો નિયમિત ઉપયોગ કરવાથી ચામડી પર આવેલા વધતી ઉંમરના નિશાન પણ જતા રહે છે. ફેસ પેક બનાવવા માટે પ્રથમ વાસી રોટલીને મસળીને ભૂકો બનાવી દો, એ પછી મિક્સરના જારમાં નાંખો અને એમાં એક ચમચી શુગર પાવડર ઉમેરો. આ મિશ્રણમાં અડધી ચમચી મધ ઉમેરો. ત્યાર બાદ એમાં ગુલાબજળ ઉમેરી એને પીસીને પેસ્ટ બનાવી લો. તૈયાર થયેલા ફેસ પેકને ચહેરા પર અન્ય ફેસ પેકની જેમ લગાવો અને 25 મિનિટ પછી તાજા પાણીથી ચહેરો ધોઇ લો.

જો તમે હર્બલ ફેસ પેક તૈયાર કરવા માંગો છો તો વાસી રોટલીમાંથી એ પણ બનાવી શકાય છે. આ માટે રોટલીને મસળીને ચૂરો બનાવ, એમાં એક ચમચી શુગર પાવડર, અડધી ચમતી કોફી પાવડર મિક્સ કરો આ સાથે એક ચમચી નારિયળ તેલ અથવા ઓલિવ ઓઇલ ઉમેરો.

ઇન્સસ્ટ ગ્લો માટે તમે આ સ્ક્રબનો કોઇપણ સમય ઉપયોગ કરી શકો છો. આ મિશ્રણને ચાર મિનિટ સુધી સ્કિન પર સ્ક્રબ કરો અને પછી તાજા પાણીથી ચહેરો ધોઇ નાંખો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *