[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Dec 21, 2021, 11:50 PM
શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર નવો બની રહેલો બ્રિજનો ભાગ તૂટી પડ્યો છે. બોપલથી શાંતિપુરા જવા માટે બની રહેલો બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો
હાઈલાઈટ્સ:
- સરદાર પટેલ રિંગ રોડ પર નવનિર્માણ બ્રિજનો ભાગ તૂટી પડ્યો
- બોપલથી શાંતિપુરા જવા માટે બની રહેલો બ્રિજનો ભાગ તૂટી પડ્યો
- ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, કોઈ જાનહાનિ નહીં
મહત્વનું છે કે, જ્યારે આ બ્રિજનો ભાગ તૂટી પડ્યો ત્યારે સદનસીબે કોઈ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા નહોતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ બ્રિજનું નિર્માણ છેલ્લાં છ મહિનાથી ચાલી રહ્યું હતું. આ બ્રિજ બનાવાની કામગીરી બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના ટર્નિંગ પાસે ઔડા દ્વારા ચાલી રહી છે. ઔડા દ્વારા નિર્માણધીન બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે. આ મામલે આવતીકાલે બુધવારે સવારે ઔડાના અધિકારીઓ અને ઈજનેર વિભાગના અધિકારીઓ તપાસ શરૂ કરશે.
બીજી મહત્વની વાત એ છે કે, આ બ્રિજનો ભાગ તૂટી પડતા બ્રિજના સપોર્ટમાં મૂકવામાં આવેલા લોખંડના બીમ પણ તૂટી ગયા હતા. રાત્રિના સમયે બ્રિજ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ટળી હતી. જો કે, આ બ્રિજની 50 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારે મંગળવારે રાત્રે અચાનક આ બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો.
સુરત પાસે કેનાલમાં પડી કાર, પાંચ લોકોનો થયો ચમત્કારિક બચાવ
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
















Leave a Reply