[ad_1]
ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મિલવૂડ કેન ઈન્ટરનેશનલના ફાઉન્ડર અને સીઈઓ નિશ ભટ્ટે જણાવ્યું હતું કે, આ મહિનાની શરૂઆતમાં 9 મહિનાની ટોચને સ્પર્શીને આવ્યા બાદ સોનાની કિંમતો છેલ્લા કેટલાક સેસન્સમાં નજીકની રેન્જમાં ટ્રેડિંગ થયું હતું. કોરના વાયરસના નવા વેરિયન્ટને લઈને ડરનો માહોલ છે જે નવી ચિંતાનું કારણ છે જેના કારણે સોનાની કિંમત વધી શકે છે. પરંતુ અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે અને વિશ્વમાં ફૂગાવો સ્થિર થયો છે ત્યારે સોના પર દબાણ વધી શકે છે.
જો તમે સબસ્ક્રાઈબ કરવા ઈચ્છો છો તો તમે તમારી બેન્ક દ્વારા તે કરી શકો છો. આ ઉપરાંત આ બોન્ડ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (એસએચસીઆઈએલ), ડેઝિગ્નેટેડ પોસ્ટ ઓફિસ, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બીએસઈ અથવા તો સીધા એજન્ટ્સ દ્વારા ખરીદી શકો છો.
રોકાણકારોને શરૂઆતના રોકાણ પર 2.50 ટકા વ્યાજ મળશે જે ઈસ્યુ તારીખથી અસરમાં આવશે અને પ્રત્યેક છ મહિને ચૂકવવામાં આવશે. જો રિડિમ્પ્શન વખતે સોનાની કિંમત વધારે હશે તો તેમને કેપિટલ ગેન્સ પણ મળશે.
ઈન્ડિયન બૂલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન પ્રમાણે શુક્રવારે સાંજે સૌથી શ્રેષ્ઠ પ્યોર ગોલ્ડ 48,466 પ્રતિ 10 ગ્રામે ટ્રેડ થયું હતું. સોવેરિયન ગોલ્ડ બોન્ડ ફિઝિકલ ગોલ્ડ રાખવાનો વિકલ્પ છે. રોકાણકારોએ ઈસ્યુ પ્રાઈઝની કેશમાં ચૂકવણી કરવાની રહેશે અને મેચ્યોરિટી વખતે બોન્ડને રિડિમ્પ્શન કરતી વખતે કેશમાં ચૂકવણી થશે. આ બોન્ડ સરકાર તરફથી આરબીઆઈ દ્વારા ઈસ્યુ કરવામાં આવે છે.
આ સોવિરિયન બોન્ડનો સમયગાળો 8 વર્ષનો હોય છે અને તેમાં પાંચમાં, છઠ્ઠા અને સાતમાં વર્ષે એક્ઝિટ થવાનો વિકલ્પ હોય છે. સોવેરિયન બોન્ડના ફાયદાઓમાં રિડિમ્પ્શન સોનાની કિંમત પ્રમાણે હોય છે, સોનું ચોરાઈ જવાનું કોઈ જોખમ રહેતું નથી અને સ્ટોરેજ માટે કોઈ કિંમત ચૂકવવી પડતી નથી. આ ઉફરાંત જો મેચ્યોરિટી સુધી તેને હોલ્ડ કરી રાખવામાં આવે તો કેપિટલ ગેઈન્સમાંથી મુક્તિ મળે છે.
[ad_2]
Source link
Leave a Reply