[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Dec 25, 2021, 11:18 PM
વડોદરામાં માથા ફરેલા જમાઈએ સાસુની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેને જરાય સંકોચ નહોતો અને તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે પોતે જ પોલીસને હત્યાની આ જાણકારી આપી હતી

હાઈલાઈટ્સ:
- માંજલપુરમાં કલ્યાણબાગ સોસાયટીમાં માથા ફરેલા જમાઈ કરે સાસુની હત્યા
- હત્યા કર્યા બાદ આરોપી જમાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ગુનાની જાણકારી આપી
- મૃતકનો દીકરો નકલી દારૂ બનાવવાના કેસમાં વોન્ટેડ છે, જેને લઈને અણબનાવ બન્યો હતો
પોલીસના જણાવ્યા મુજબ, માંજલપુરમાં આવેલી કલ્યાણબાગ સોસાયટીમાં રહેતા સવિતાબેન પટેલ તેમના પતિ અને પુત્ર ગૌરવ સાથે રહેતા હતા. તેમની દીકરીના લગ્ન થોડા સમય પહેલાં જ તરસાલીમાં રહેતા વિશાલ અમીન નામના યુવક સાથે થયા હતા. આજે સવારે સવિતાબેન પોતાના પતિ સાથે ઘરે હાજર હતા. ત્યારે તેમનો જમાઈ વિશાલ તેમના ઘરે આવ્યો હતો. તેણે તેના સસરાની હાજરીમાં જ સવિતાબેન પર હથોડીથી હુમલો કરી હત્યા કરી હતી.
નવાઈની વાત તો એ છે કે, આ હત્યા બાદ તેને જરાય શરમ ન આવી જમાઈ સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં જઈને તેણે પોલીસ કર્મચારીઓને કહ્યું કે, મેં મારી સાસુનું મર્ડર કરી નાખ્યું છે. આ શબ્દો સાંભળતા જ પોલીસ પણ ચોંકી ગઈ હતી અને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા એસીપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે આરોપ જમાઈ વિશાલની આ મામલે પૂછપરછ હાથ ધરી હતી. મકરપુરા પોલીસે હત્યાના આ મામલે અનેક મુદ્દે આગળની તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ, સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે, મૃતકનો દીકરો ગૌરવ અગાઉ બનાવટી દારૂ બનાવવાના કેસમાં વોન્ટેડ છે. જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ગૌરવ દારૂના કેસમાં વોન્ટેડ થયા બાદ સાસુ સવિતાબેનનો જમાઈ અને દીકરી સાથે પણ અણબનાવ શરૂ થયો હતો. આ મામલે સવિતાબેને તેમની દીકરીને ઠપકો આપ્યો હતો. જે બાદ જમાઈ રોષે ભરાયો હતો. શક્ય છે કે, આ બાબતની અદાવત રાખીને તેણે પોતાની સાસુને મોતને ઘાટ ઉતારી હોય. જો કે, પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.
સાંસદનો ડ્રાઈવર જ નીકળ્યો ચોર, ભાજપ MPના ઘરેથી લાખોનો સામાન સાફ
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply