sola police station ahmedabad: સગાઈ તૂટી ગયા પછી પણ જૂના વીડિયોની ધમકી આપી પૂર્વ મંગેતર યુવતીને ભોગવતો – in ahmedabad woman complaint against ex fiance for raping several time after they broke the engagement

[ad_1]

હાઈલાઈટ્સ:

  • સગાઈ બાદ યુવતીને મળવા બોલાવી બળજબરી કરતો અને સગાઈ તૂટ્યા પછી પણ ચાલું રાખ્યું
  • સગાઈ પછી મળ્યા ત્યારે તસવીર અને વીડિયો ઉતારી લીધા હતા બાદમાં તેના દ્વારા ધમકી આપતો હતો.
  • યુવતીની સગાઈ અન્યત્ર થતાં તેના ફિયાન્સેને આ વીડિયો મોકલીને યુવતીને બદનામ કરી નાખી.

શહેરના પોશ વિસ્તારમાં રહેતી યુવતીની સમાજના જ એક યુવક સાથે સગાઈ થઈ હતી. આ સગાઈ સાટા પદ્ધતીથી કરાઈ હતી. જેમાં યુવકની બહેનની સગાઈ યુવતીના કાકા સાથે થઈ હતી. જોકે કોઈ બાબતે તે સગાઈ તૂટી જતા યુવતીની પણ સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટ્યા બાદ યુવક યુવતીને કોઈને કોઈ બહાનું કાઢીને મળવા આવતો હતો. તેના મિત્ર સાથે એક સ્માર્ટ વોચ પણ મોકલાવી હતી. યુવતી જેની સાથે વાત કરે તે તમામ ચેટ આ યુવક મેળવી લઈ સ્ક્રીન શોટ મોકલી શંકાઓ કરતો હતો. યુવતીને જેમ તેમ કરી ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવકે યુવતીના નગ્ન ફોટોગ્રાફ અને વીડિયો ઉતારી લીધા હતા. જે ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તેણે યુવતી પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં યુવતીએ અન્ય જગ્યાએ સગાઈ કરતા તેના લગ્ન ફોટો, વીડિયો મંગેતરને મોકલી દીધા હતા. આ બનાવની જાણ આખરે યુવતીએ સોલા પોલીસને કરતા સોલા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સોલામાં રહેતી અને પ્રાઇવેટ જોબ કરતી વંદના(નામ બદલ્યું છે)ની સગાઈ સમાજના યુવક મિતેશ(નામ બદલ્યું છે) સાથે પરિવારજનોની મંજૂરીથી કરવામાં આવી હતી. સાટા પદ્ધતિથી હજુ પણ લગ્ન થતાં હોવાથી મિતેશની બહેનની સગાઈ વંદનાના કાકા સાથે કરવામાં આવી હતી. પરિવારની મંજૂરીથી સગાઈ થઈ હોવાથી બંને યુગલ એકબીજા સાથે હરતા ફરતા હતા. જે સમય દરમિયાન મિતેશે વંદના સાથે અંગત પળોના ફોટોગ્રાફ્સ પોતાના મોબાઈલમાં લઈ લીધા હતા. કેટલાક અંગત વીડિયો પણ તેણે ઉતારી લીધા હતા. હવે કોઈ કારણોસર વંદનાના કાકા અને મિતેશની બહેન વચ્ચેની સગાઈ થઈ જતા વંદના અને મિતેશની સગાઈ પણ તૂટી ગઈ હતી. જેને પગલે વંદના અને મિતેશને મળવાનું બંધ થઈ ગયું હતું સગાઇ તૂટી ગયા બાદ પણ મિતેશ સતત વંદના નો પીછો કરતો રહેતો હતો અને તેને પરેશાન કરતો હતો.

વંદનાની ફરિયાદ મુજબ વેલેન્ટાઈન ડે હોય કે અન્ય દિવસે મિતેશ કોઈના કોઈ બહાને વંદનાને મળવા પહોંચી જતો હતો અને તેનો પીછો કર્યા કરતો હતો. વંદનાએ તેને મળવાનો ઈનકાર કરી દેતા તેના અંગત ફોટોગ્રાફ્સ અને વીડિયો બનાવીને મોકલવાના શરૂ કર્યા હતા અને તેને બ્લેકમેલ કરતો હતો સાથે સાથે ગમે ત્યારે બહાર બોલાવી તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ પણ બાંધતો હતો.

વંદનાએ તેની સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા અને તેને મળવાનું પણ બંધ કરી દીધું હતું હવે તેની સગાઈ અન્ય યુવક સાથે કરી દેવામાં આવી હતી અને આગામી દિવસોમાં તેમના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જ વિકૃત માનસિકતા ધરાવતા મિતેશે વંદના અંગત ફોટોગ્રાફ્સ વંદનાની સગાઈ જે યુવક સાથે થઈ હતી તેને પણ મોકલી દીધા હતા જેને કારણે મોટી બબાલ થઈ હતી. મિતેશ દ્વારા કરાતી પરેશાનીથી કંટાળીને વંદનાએ આ બાબતે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજાએ વધુ તપાસ આદરી છે.

સોફ્ટવેર થકી વંદનાનો ફોન મિતેશના કંટ્રોલમાં રહેતો

ફરિયાદમાં વંદના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે મિતેશ એ એક દિવસ વંદનાનો ફોન લઈને તેમાં કોઈ વાયરસ હોવાથી તેને વાયરસ મુક્ત કરવાનું કહી તેમાં કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરી દીધું હતું જેને કારણે વંદના ફોનનો સંપૂર્ણ કંટ્રોલ મિતેશ પાસે જ રહેતો હતો. વંદના કોની સાથે વાત કરે છે તેના ફોનમાં તે શું કરે છે તે બધું મિતેશ જાણી શકતો હતો. સોલાના ઈન્સ્પેક્ટર જે.પી. જાડેજાએ આ કેસમાં કહ્યું કે યુવતી સાથે સગાઈ થઈ હતી બાદમાં તેને પરેશાન કરનાર યુવક સામે ચોક્કસ કડકાઈથી પગલાં લેવામાં આવશે. કોઈપણ યુવક ખોટી રીતે યુવતીને પરેશાન કરતા હોય તો આવા કિસ્સામાં યુવતીએ પોલીસનો સંપર્ક કરે તો પરેશાની દૂર થાય અને આવા યુવકો સામે પગલાં લેવાય છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *