[ad_1]
હાઈલાઈટ્સ:
- એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર સિમીએ UPSC પરીક્ષાની તૈયારી કરી.
- પ્રથમ પ્રયાસમાં જ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બની ગયાં.
- UPSCની તૈયારી કરવા માટે સિમી કરણે UPSC ટોપર્સના ઈન્ટવ્યુ ખૂબ જ ધ્યાનથી જોયા
IIT બોમ્બેથી UPSC સુધીની સફર
સિમી કરણ નામની ઓડિશાની આ યુવતીએ IIT બોમ્બેમાંથી અભ્યાસ કર્યો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર સિમીએ UPSC પરીક્ષાની તૈયારી કરી અને પ્રથમ પ્રયાસમાં જ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બની ગયાં. કારણકે, એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન ઈન્ટર્નશિપ દરમિયાન સિમી જ્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને અભ્યાસ કરાવવા માટે ગઈ ત્યારે તેના મનમાં લોકોની મદદ કરવાનો વિચાર આવ્યો. બાદમાં સિમીએ સિવિસ સર્વિસ પરીક્ષા આપીને IAS બનવાનું નક્કી કર્યું. સિમી કરણ નામની આ યુવતી મૂળ ઓડિશાની રહેવાસી છે પરંતુ તેનું બાળપણ છત્તીસગઢના ભિલાઈમાં પસાર થયું. તેણે શાળાનું શિક્ષણ છત્તીસગઢના ભિલાઈમાં લીધું. તેના પિતા છત્તીસગઢના ભિલાઈમાં સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા હતા અને માતા શિક્ષિકા હતા.
આ રીતે કરી UPSCની તૈયારી
UPSCની તૈયારી કરવા માટે સિમી કરણે UPSC ટોપર્સના ઈન્ટવ્યુ ખૂબ જ ધ્યાનથી જોયા અને પછી ઈન્ટરનેટ પર UPSCનો અભ્યાસક્રમ ધ્યાનપૂર્વક વાંચીને તે મુજબ પુસ્તકો એકઠા કરવાનું શરૂ કર્યું. સીમિત સંખ્યામાં પુસ્તકોની સાથે સિમીએ UPSCની તૈયારી કરવાનું શરૂ કર્યું. સાથે-સાથે તેણે UPSCના અભ્યાસક્રમને વિવિધ હિસ્સામાં વહેંચી દીધો કે જેથી તે યોગ્યરીતે અભ્યાસ કરી શકે. તેણે એકવખત UPSCનો અભ્યાસક્રમ પૂરો કરીને તેના પુનરાવર્તન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આખરે વર્ષ 2019માં સિમી કરણે UPSCમાં ઓલ ઈન્ડિયા રેન્ક 31 સાથે સિદ્ધિ મેળવી.
[ad_2]
Source link
Leave a Reply