[ad_1]
હાઈલાઈટ્સ:
- ‘કુંડલી ભાગ્ય’ની પ્રિતા લગ્ન બાદ ખૂબ ખુશ છે, રિયલ લાઈફ પતિ સાથે સુંદર તસવીરો શેર કરી.
- સગાઈમાં શ્રદ્ધા આર્યાએ પિંક રંગનો જ્યારે તેના પતિએ બ્લૂ રંગનો આઉટફિટ પહેર્યો હતો.
- સગાઈ દરમિયાન શ્રદ્ધા હેવી ગોલ્ડ જ્વેલરીમાં જોવા મળી હતી.
પરણી ગઈ શ્રદ્ધા આર્યા, ઊંચકીને મંડપમાં લઈ ગયો હતો પતિ, વિદાયમાં બહેનપણીઓ સાથે કરી મસ્તી
શ્રદ્ધા આર્યાએ રાહુલ સાથેની સગાઈની સુંદર તસવીરો શેર કરી છે. જેમાં બંને એકબીજાની આંખોમાં ડૂબેલા જોવા મળે છે. એકબીજા પ્રત્યેનો પ્રેમ તેમની આંખોમાં જોવા મળે છે. એક તસવીરમાં રાહુલ શ્રદ્ધાને વીંટી પહેરાવતો જોવા મળે છે. શ્રદ્ધાએ સગાઈ વખતે હેવી ગોલ્ડ જ્વેલરી પહેરી હતી. પિંક અને યલો રંગના ડ્રેસમાં શ્રદ્ધા ખૂબસૂરત લાગતી હતી. જ્યારે સગાઈ માટે રાહુલ બ્લૂ રંગની શેરવાની પર પસંદગી ઉતારી હતી. જોકે, શ્રદ્ધાએ માત્ર સગાઈ વખતે ગોલ્ડ જ્વેલરી પહેરી હતી. બાકીના ફોટોશૂટ દરમિયાન માત્ર તેના હાથમાં કડું જોવા મળે છે. આ તસવીરો શેર કરતાં શ્રદ્ધાએ લખ્યું, “જો તમે પરણેલા છો અને ખુશ છો તો હાથ ઊંચો કરો.”
શ્રદ્ધાની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે, દિલ્હીમાં લગ્ન કર્યા બાદ શ્રદ્ધા અને રાહુલે રિસેપ્શન પણ યોજ્યું હતું. જેમાં શ્રદ્ધાએ બ્લૂ રંગની સાડી પહેરી હતી. ડાયમંડ જ્વેલરી અને હાથમાં લાલ ચૂડો અને માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર સાથે શ્રદ્ધાનો રિસેપ્શન લૂક પણ ખૂબ સરસ હતો. શ્રદ્ધાની ફ્રેન્ડ અને સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ નેહા અદ્ધિક મહાજને શ્રદ્ધાના રિસેપ્શનની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી.
શ્રદ્ધાએ પણ રિસેપ્શમાંથી પતિ સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરતાં લખ્યું હતું, “કમાન્ડર અને મિસિસ નાગલ.”
લારા દત્તાનું જૂનું ને સહેજ ફાટેલું મોબાઈલ કવર જોઈને યૂઝરે કહી ‘ગરીબ’, એક્ટ્રેસે આપ્યો જોરદાર જવાબ
લગ્ન બાદ શ્રદ્ધાએ પણ પતિ સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. જેમાં તેમની જોડી જામતી હતી. તસવીરો શેર કરતાં શ્રદ્ધાએ લખ્યું હતું, “જસ્ટ મેરિડ. શ્રદ્ધા આર્યા નાગલ.” શ્રદ્ધાએ દિલ્હીમાં રાહુલ સાથે લગ્ન કર્યા હતા. શ્રદ્ધાએ લગ્નની ખબર છેક સુધી ગુપ્ત રાખી હતી. એટલું જ નહીં લગ્ન વખતે જ તેના પતિનો ચહેરો પહેલીવાર દુનિયાની સામે આવ્યો હતો. શ્રદ્ધાએ પરિવારજનો અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.
[ad_2]
Source link
Leave a Reply