[ad_1]
હાઈલાઈટ્સ:
- સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં જોરદાર કડાકો બોલાયો, સેન્સેક્સમાં 1700 પોઈન્ટ્સનું ગાબડું
- ફુગાવો વધવા મધ્યસ્થ બેંકો માર્કેટમાંથી લિક્વિડિટી ઓછી કરવા વ્યાજના દર વધારશે તેવું અનુમાન
- કોરોનાકાળ બાદ પહેલીવા લિક્વિડિટી ઘટવાના ડરથી દુનિયાભરના શેરબજારમાં કડાકો બોલાયો
સંદીપ સભરવારે જણાવ્યું હતું કે, 10-15 ટકના કરેક્શન બાદ L&Tના શેરને ખરીદવા માટે વિચારી શકાય. કારણકે, કંપની પાસે ઓર્ડર ફ્લો સારો છે, તેમજ તેનું એક્ઝિક્યુશન કરવાની મજબૂત ક્ષમતા છે. આ સિવાય, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ નવી પ્રોડક્ટ્સ પોતાના પોર્ટફોલિયોમાં ઉમેરીને ઓટો સેગમેન્ટમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહી છે. તેની સબસિડરી પણ સારું પર્ફોમન્સ કરી રહી છે. આમ, તેના શેરમાં પણ 10-15 ટકાના કરેક્શનની સ્થિતિમાં નવી ખરીદી કરી શકાય. ફાઈનાન્શિયલ સેક્ટરની વાત કરીએ તો, એક્સિસ અને ICICI બેંક હાલ વેલ્યૂ ઝોનમાં છે, પરંતુ માર્કેટ નજીકના સમયમાં નેગેટિવ રહેવાની શક્યતા છે. જેના કારણે ઘણા બેંક શેર્સ પણ માર્કેટની સાથે ઘટશે. આમ, આ બે શેર્સને વોચ લિસ્ટમાં રાખી તેમાં પણ ઘટાડે ખરીદી કરી શકાય.
નાયકા અને પોલિસીબજારના શેર્સ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે, તે સવાલનો જવાબ આપતા સભરવાલે કહ્યું હતું કે પોલિસીબજાર હાલના સ્તરેથી 50-60 ટકા નીચે આવી શકે છે. તેમણે કહ્યું હતું કે, મેનેજમેન્ટે હાલમાં જ એક કોમેન્ટ્રીમાં જણાવ્યું હતું કે હાલ તેમની નીતિ નફો કમાવવાની નહીં પરંતુ ગ્રોથ વધારવાની છે. કંપનીના મેનેજમેન્ટે એમ પણ કહ્યું હતું કે, રોકાણકારોએ પ્લેટફોર્મ બેઝ્ડ ટેક્નોલોજી કંપનીનું પ્રોફિટના આધારે મૂલ્યાંકન ના કરવું જોઈએ. જોકે, આ વાતો જ્યારે માર્કેટમાં લિક્વિડિટી હાઈ હોય ત્યારે સારી લાગે છે. આ સ્ટેજ પૂરો થાય ત્યારે વેલ્યૂએશન ભીંસમાં આવી જાય છે. અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનામાં આ પ્રકારની કંપનીના શેર્સ 70-90 ટકા જેટલા ઘટ્યા છે. ભારતીય શેરબજારમાં એવું નહીં થાય તેવું માનવાને કોઈ કારણ નથી. જોકે, તેમણે પોલિસીબજાર અંગે કોઈ કિંમતનું અનુમાન કરવાનો ઈનકાર કરી દીધો હતો.
નાયકાને પોલિસીબજારથી અલગ કેસ ગણાવતા સભરવાલે કહ્યું હતું કે તેનું મેનેજમેન્ટ પ્રોફિટ પર ફોકસ્ડ છે, અને એક તબક્કે તેના શેરમાં નવી ખરીદી કરવાની સ્થિતિ સર્જાશે. જોકે, હાલના તબક્કામાં તે ખૂબ જ ઓવર વેલ્યૂડ છે. તેમાં નવી ખરીદી માટે શેરના ભાવ નીચે આવવા માટે રોકાણકારોએ ધીરજ રાખવી પડશે. 2500નો હાઈ બનાવી ચૂકેલો શેર 20 ટકના ઘટાડા સાથે 2000 પર ટ્રેડ થતો હોય તો પણ રોકાણકારે તેમાં ખરીદી કરતા પહેલા વિચારવું જોઈએ.
20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.
Disclaimer: ઉપરોક્ત આર્ટિકલ માત્ર માહિતી માટે છે. તેમાં જણાવેલા વિચારો એક્સપર્ટના પોતાના છે, જેની સાથે IamGujarat.comને કોઈ લેવા-દેવા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
[ad_2]
Source link
Leave a Reply