[ad_1]
હાઈલાઈટ્સ:
- બિગ બોસ 15માં ભાગ ન લઈ રહ્યો હોવાની શિવિન નારંગે કરી સ્પષ્ટતા
- દર્શકોને જણાવવા માગુ છું કે હું બિગ બોસ 15માં ભાગ લેવાનો નથીઃ શિવિન નારંગ
- ગયા અઠવાડિયે બિગ બોસ 15માંથી એક બાદ એક ત્રણ કન્ટેસ્ટન્ટ બહાર થયા હતા
શુક્રવારે સવારે, શિવિન નારંગે સોશિયલ મીડિયા હેન્ડલ પર એક સ્ટેટમેન્ટ શેર કર્યું હતું અને તે બિગ બોસ 15ના ઘરમાં ન જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેની પોસ્ટમાં લખ્યું હતું ‘આ વર્ષે બિગ બોસ 15માં હું ભાગ લેવાનો હોવાની અટકળો ચાલી રહી હોવાનું મારા ધ્યાનમાં આવ્યું હતું. હું તેમને તેમજ બાકીના દર્શકોને જણાવવા માગીશ કે, હું શોમાં ભાગ લેવાનો નથી. મારી શુભેચ્છાઓ તમામ કન્ટેસ્ટન્ટ્સ સાથે છે. ચીયર્સ’.
BB 15: ફેક છે તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા વચ્ચેનો પ્રેમ? આ પાંચ વાત છે તેની સાબિતી!

શિવિન નારંગની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ
અન્ય કન્ટેસ્ટન્ટ કે જેનું નામ વાઈલ્ડ કાર્ડ તરીકે ચર્ચાઈ રહ્યું છે, તે છે ડોનાલ બિષ્ટ. એક્ટ્રેસ બિગ બોસ 15ના ઘરમાંથી શરૂઆતના અઠવાડિયામાં એલિમિનેટ થઈ હતી. જો કે, મેકર્સ કે એક્ટ્રેસ બંનેમાંથી કોઈએ આ અંગે કન્ફર્મ કર્યું નથી.
10મી એનિવર્સરી પર પતિ સાથે ફરી લગ્ન કરશે ‘રિટા રિપોર્ટર’, TMKOCની ટીમને આમંત્રણ
બીજી તરફ, ત્રણ કન્ટેસ્ટન્ટ્સ – અફસાના ખાન, રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી ઘરમાંથી બહાર થયા છે. ઘરમાં બબાલ થયા બાદ પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતાં અફસાના ખાનને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. તો રાકેશ બાપટને અચાનક કિડની સ્ટોનનો દુખાવો ઉપડતા રાતોરાત હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તો શમિતા શેટ્ટીના બહાર થવા પાછળનું ચોક્કસ કારણ મેકર્સ દ્વારા જણાવવામાં આવ્યું નથી. જો કે, શમિતા શેટ્ટીની મમ્મી સુનંદા શેટ્ટીએ હાલમાં તે ફરીથી કોન્ટ્રોવર્શિયલ શોમાં એન્ટ્રી મારવાની હોવાની વાતની પુષ્ટિ કરી હતી.
શિવિન નારંગની વાત કરીએ તો, તેણે 2012માં ટીવી શો ‘સુરવીન ગૂગલ-ટોપર ઓફ ધ યર’થી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. પરંતુ તેને પોપ્યુલારિટી ‘બેહદ 2’ અને ‘એક વીર કી અરદાસ-વીરા’થી મળી હતી. બાદમાં તે ‘ઈન્સ્ટન્ટ લવ’માં પણ જોવા મળ્યો હતો.
[ad_2]
Source link
Leave a Reply