shayani ghosh: મર્ડર કેસમાં TMC યૂથ પ્રેસિડન્ટ શાયની ઘોષની ત્રિપુરામાં થઇ ધરપકડ, રાજકીય માહોલ ગરમાયો – youth president of tmc shayani arrested in tripura

[ad_1]

હાઈલાઈટ્સ:

  • શાયની ઘોષ પર જાહેરસભામાં ભાજપના કાર્યકર્તાઓને કચડવાનો પ્રયત્ન કરવાનો આરોપ છે
  • શાયની ઘોષે આ અંગે ટ્વિટ કરી હતી કે, ભાજપના કાર્યકર્તાઓએ એની પર હુમલો કર્યો હતો
  • ટીએમસીએ આરોપ લગાવ્યા કે, પોલીસે આ કેસમાં હિટ એન્ડ રનનો કેસ બનાવ્યો છે

નવી દિલ્હીઃ ટીએમસીની યૂથ પ્રેસિડન્ટ શાયની ઘોષની અગરતલા પોલીસે ધરપકડ કરી છે. ત્રિપુરા પોલીસે હત્યાના આરોપમાં શાયની ઘોષની અટકાયત કરી છે. એમની પર જાહેર સભામાં ભાજપના કાર્યકર્તાઓને કચડવાના પ્રયત્ન કરવાના આરોપ લાગ્યા છે. પશ્ચિમ ત્રિપુરાના એસપી બીજે રેડ્ડીનું કહેવુ છે કે, તપાસમાં સાક્ષીઓના આધારે શાયની ઘોષની ધરપકડ કરવામાં આવી છે. શાયની વિરુદ્ધ આઇપીસી એક્ટ 307, 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ઘટનાની માહિતી મુજબ 20 નવેમ્બરે ટીએમસીની યૂથ પ્રેસિડન્ટ શાયની ઘોષ પોતાની કારમાં પસાર થઇ રહી ત્યારે બિપ્લવ દેવ એક મીટિંગ કરી રહ્યા હતા. આ વિશે શાયની ઘોષે એક ટ્વિટ પણ કરી હતી. ટ્વિટમાં શાયની ઘોષે લખ્યું હતું કે, આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ એમની પર હુમલો કર્યો હતો, પરંતુ આ મુદ્દે પોલીસે હિટ એન્ડ રનનો કેસ નોંધ્યો છે.

ટીએમસી આરોપ લગાવી રહી છે કે ભાજપ ત્રિપુરામાં એમના નેતાઓની રેલીમા ભંગ પડાવી રહ્યું છે. પાર્ટીના સાંસદ સોમવારે દિલ્હીમાં ત્રિપુરાની ઘટનાનો વિરોધ કરશે.

શાયની ઘોષની ધરપકડ બાદ ટીએમસી નેા અભિષેક બેનરજી ત્રિપુરા આવી રહ્યા હતા, પરંતુ એમના ચાર્ચર્ડ પ્લેનને ઉતરવાની મંજૂરી મળી નહોતી. આ પહેલા ત્રિપુરામાં અગરતલા પોલીસ સ્ટેશનની અંદર પોલીસની સામે ટીએમસી કાર્યકર્તાઓની મારઝૂડનો વિડીયો સામે આવ્યો હતો. જેમાં આરોપ ભાજપના કાર્યકર્તાઓ પર લાગ્યા હતા.
લગ્નના બંધનથી મુક્ત થશે નુસરત જહાં, કોર્ટે નિખિલ જૈનથી અલગ થવાની આપી મંજૂરીબહારવાળીના ચક્કરમાં ઘરવાળીની હત્યા કરી, પીડિત બની પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો હત્યારો પતિપીધેલી મહિલાને 3 અજાણ્યા શખ્સોએ ઝૂડી નાખી, પોલીસને જાણ કરતા ધરપકડ થઈ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *