[ad_1]
હાઈલાઈટ્સ:
- CRPFની ટીમ માહિતી મુજબ આતંકીઓ ખાતમો કરવા પહોંચી હતી
- આતંકીઓ દ્વારા ટીમ પર ગોળીબારીમાં કોન્સ્ટેબલ ઝાકિર હુસૈનને ગોળી વાગી હતી
- આ અથડામણમાં કોન્સ્ટેબલ ઝાકિર હુસૈન અને ટીમમાં સામેલ Dep. Commandant હર્ષપાલ સિંહ ઇજાગ્રસ્ત થયા હતા
માહિતી મુજબ, 13 સપ્ટેમ્બર 2018એ સવારે 10.55 વાગ્યે બારામૂલાના ધીરતી ગામના એક મકાનમાં 3 વિદેશી આતંકીઓ સંતાયા હોવાની માહિતી મળી હતી. જેના આધારે સીઆરપીએફની એક ટીમ આતંકીઓનો ખાતમો કરવા માટે નીકળી પડી હતી. આ ટીમમાં કોસ્ટેબલ ઝાકિર હુસૈન પણ સામેલ હતા. એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર ઘાતક હુમલો કરતાં ગોળીબારી કરી હતી, જેમાં કોસ્ટેબલ ઝાકિર હુસૈનને ગોળી વાગતાં એ ગંભીર રીતે ઇજા પામ્યા હતા.
આ દરમિયાન સીઆરપીએફની ટીમે આતંકીઓને જડબાતોડ જવાબ આપતાં સામે ફાયરિંગ શરુ કર્યું હતું. જેમાં એક આતંકીને મોતને ઘાટ ઉતાર્યો અને અન્ય બે ઘાયલ થયા હતા. આ અથડામણમાં કોન્સ્ટેબલ ઝાકિર હુસૈન અને ટીમમાં સામેલ Deputy Commandant હર્ષપાલ સિંહને ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પરંતુ આતંકીઓના ખાતમા સુધી તેઓ લડતાં રહ્યા, જે પછી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
સીઆરપીએફના કોન્સ્ટેબલ ઝાકિર હુસૈનની વીરતાને જોતાં તેમને સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે શોર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
[ad_2]
Source link
Leave a Reply