share market tips: સેન્સેક્સ, નિફ્ટી ઘટ્યા પણ મિડકેપ, સ્મોલકેપ શેર્સની સામા પ્રવાહે ચાલ – midcap and smallcap companies going against the stream

[ad_1]

હાઈલાઈટ્સ:

  • 19 ઓક્ટોબરે ટોચ પર પહોંચ્યા પછી મુખ્ય ઇન્ડેક્સ 9 ટકા સુધી ઘટ્યા
  • અમેરિકા જેવા વૈશ્વિક બજારો તેની લાઈફટાઈમ ઊંચી સપાટી પર ટ્રેડ થાય છે
  • ઘણી કંપનીઓએ પ્રવાહથી વિપરીત જઈને બાવન સપ્તાહની ટોચ નોંધાવી

ભારતીય શેરબજાર અત્યારે કરેક્શનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. 19 ઓક્ટોબરે ટોચ પર પહોંચ્યા પછી મુખ્ય ઇન્ડેક્સ 9 ટકા સુધી ઘટ્યા છે. ઐતિહાસિક રીતે આપણે જોયું છે કે ભારતીય ઇક્વિટી બજાર માટે ડિસેમ્બર મહિનો બહુ સારો રહે છે. જોકે, 2021ના ડિસેમ્બરની વાત અલગ છે. બીજી તરફ અમેરિકા જેવા વૈશ્વિક બજારો તેની લાઈફટાઈમ ઊંચી સપાટી પર ટ્રેડ થાય છે.

ભારતીય ઇક્વિટી માર્કેટ સતત ઘટી રહ્યું છે તેનું એક કારણ FII (ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ)ની સતત વેચવાલી છે. તેઓ ભારતીય ઇક્વિટીનું નિરંતર વેચાણ કરી રહ્યા છે. છેલ્લા અઢી મહિનામાં FIIએ ભારતીય બજારમાં બે અબજ ડોલરથી વધુ મૂલ્યના શેર્સ વેચ્યા છે.

આ ઉપરાંત આગામી સમયમાં લિક્વિડિટીની તંગી અને વધારે પડતું વેલ્યૂએશન પણ જવાબદાર છે જેના કારણે ભારતીય શેરમાર્કેટ નબળો દેખાવ કરે છે.

જોકે, ભારતે હજુ બધું જ ગુમાવ્યું છે એવું નથી. ઘણી કંપનીઓ પ્રવાહથી વિપરીત દેખાવ કરી રહી છે. ઇન્ડેક્સ ઘટ્યા હોવા છતાં આ કંપનીઓ તેમની બાવન સપ્તાહની ટોચ નોંધાવી રહી છે.

અહીં નિફ્ટી મિડસ્મોલકેપ 400 કંપનીઓની યાદી આપી છે જેમાં શુક્રવારે તેજી હતી અને તેઓ સાપ્તાહિક ટોચની નજીક છે.

Company Name Last Price (Dec 24) Previous Close Change (%)Change Year High Year Low (%) Change 30 Day
Schaeffler India Limited 8560 8497.5 62.5 0.74 8598 4170.05 12.01
Anupam Rasayan India Limited 910 884.4 25.6 2.89 915 474 9.08
KPIT Technologies Limited 542 513.8 28.2 5.49 545 118 10.84
Max Healthcare Institute Limited 414.8 407.35 7.45 1.83 417.95 136.95 18.3
BIRLASOFT LIMITED 530 528.5 1.5 0.28 538.4 215.9 5.63
Radico Khaitan Limited 1210 1179.65 30.35 2.57 1234 443 8.96
Escorts Limited 1860.7 1855.9 4.8 0.26 1897.95 1100 2.96
Godrej Industries Limited 630 620.85 9.15 1.47 652 413.05 0.44
Metropolis Healthcare Limited 3295 3242.3 52.7 1.63 3421.1 1848 7.19
Minda Industries Limited 1190 1167.4 22.6 1.94 1254.4 387.1 37.51

આ પ્રકારના વધુ આર્ટિકલ્સ વાંચવા માટે સબસ્ક્રાઈબ કરો દલાલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ જર્નલ, નંબર-વન ઈક્વિટી રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ મેગેઝિન.Disclaimer: ઉપરોક્ત આર્ટિકલ TIL દ્વારા DSIJ વતી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં આપેલી કોઈપણ વિગતો સાથે TIL જવાબદાર નથી. માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની યોગ્ય રીતે ખરાઈ કરી લેવા વિનંતી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *