shamita shetty: BB 15ના ઘરમાં શમિતા શેટ્ટીની થશે ધમાકેદાર એન્ટ્રી, આવતાની સાથે નિશાંતનો ઉધડો લેશે – bigg boss 15 shamita shetty to return to the show in in the upcoming weekend ka vaar

[ad_1]

હાઈલાઈટ્સ:

  • બિગ બોસ 15માં દેવોલીના ભટ્ટાચાર્જી, રશ્મિ દેસાઈ અને અભિજીત બિચુકલેની થશે એન્ટ્રી
  • બિગ બોસ 15ના ઘરમાં એન્ટ્રી લેતાની સાથે નિશાંત ભાટ પર વરસશે શમિતા શેટ્ટી
  • એક્ટર-ડિરેક્ટર મહેશ માંજરેકર બિગ બોસ 15ના ‘વીકએન્ડ કા વાર’ એપિસોડમાં મહેમાન બનશે

થોડા દિવસ માટે બિગ બોસ 15ના ઘરમાંથી બહાર ગયેલી શમિતા શેટ્ટી શનિવારના ‘વીકએન્ડ કા વાર’ એપિસોડમાં ફરીથી એન્ટ્રી કરવાની છે. શમિતા શેટ્ટી ઘર બહાર ગઈ, તે જાણીને તેના લાખો ફેન્સને આંચકો લાગ્યો હતો અને તેઓ એક્ટ્રેસ જલ્દી કમબેક કરે તેવી ડિમાન્ડ કરી રહ્યા હતા. ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે અને શનિવારના એપિસોડમાં તે પાછી ફરવાની છે.

ક્લીનર હતા સુનીલ શેટ્ટીના પિતા, તેમની સંઘર્ષ કહાણી વિશે કહેતા ભાવુક થયો એક્ટર
બિગ બોસ 15ના અપકમિંગ એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે. જેમાં તેની સાથે અન્ય ત્રણ વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ્સ – રશ્મિ દેસાઈ, દેવોલીના ભટ્ટાચાર્જી અને અભિજીત બિચુકલેની ઝલક જોવા મળી રહી છે. રશ્મિ દેસાઈ અને દેવોલીનાએ બિગ બોસ 13માં ભાગ લીધો હતો અને બિગ બોસ ઓટીટીમાં પણ મહેમાન બનીને આવી હતી, જ્યારે અભિજીત મહારાષ્ટ્રના સતારાનો નેતા છે. તે અગાઉ બિગ બોસ મરાઠીનો ભાગ હતો. એક્ટર-ડિરેક્ટર મહેજ માંજરેકર પણ મહેમાન બનીને ઘરમાં જવાના છે.

BB 15: વાઈલ્ડ કાર્ડ તરીકેે એન્ટ્રી કરવા અંગે શિવિન નારંગે તોડ્યું મૌન, જણાવી હકીકત
અપકમિંગ એપિસોડના પ્રોમોમાં જોઈ શકાય છે કે, શમિતા શેટ્ટી આવતાની સાથે સૌથી પહેલા નિશાંત ભાટ પર વરસી પડે છે. તે તેને વિટનેસ બોક્સમાં ઉભો રાખે છે અને પૂછે છે ‘નિશાંત તારા માટે રિલેશનશિપ મહત્વની છે કે ગેમ?’. તેના પર નિશાંત કહે છે ‘મારા માટે રિલેશનશિપ મહત્વી છે અને ગેમ પણ’, તેને વચ્ચે અટકાવતા શમિતા કહે છે ‘કારણ કે શબ્દો કરતાં તમારું કામ વધારે બોલે છે. અમારી ઉપર ચડીને તું આગળ ગયો છે. સંબંધો તેલ પીવા ગયા’.

વીડિયોમાં આગળ રશ્મિ દેસાઈ અને દેવોલિના ભટ્ટાચાર્જી કરતાં અભિજીત અલગ મંતવ્ય રજૂ કરતો જોવા મળે છે. અભિજીત નેહા ભસિનના હિંસક વર્તન પર સવાલ ઉઠાવે છે અને કહે છે, તે આ બધું સહન નહીં કરે. તે કહે છે ‘સંસ્કાર ઓછા છે’. દેવોલીના તેને પૂછે છે ‘તમે એવી જગ્યાએ કેમ આવ્યા છો, જ્યાં તમને લાગે છે કે સંસ્કાર ઓછા છે’. તો અભિજીત કહે છે ‘હું અહીંયા બધાને સીધા કરવા આવ્યો છું’. આવનારા એપિસોડમાં બિગ બોસ 15ના ઘણા ટ્વિસ્ટ આવવાના છે કારણ કે સલમાન ખાન ટોપ-5ની જાહેરાત કરવાનો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *