shamita shetty: શમિતા શેટ્ટી પર વરસી દેવોલીના ભટ્ટાચાર્જી, કહ્યું ‘બહેનના કારણે જ લોકો તને ઓળખે છે’ – bigg boss 15 devoleena bhattacharjee slams shamita shetty over her comment

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ‘તે કોણ છે?’ તેવા શમિતા શેટ્ટીના સવાલ પર દેવોલીના ભટ્ટાચાર્જીએ આપ્યો જવાબ
  • બિગ બોસ 15ના ઘરમાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે ગઈ છે દેવોલીના ભટ્ટાચાર્જી
  • વિશાલ કોટિયન અંગે વાત કરતાં દેવોલીના ભટ્ટાચાર્જીએ કહ્યું ‘તે વિશ્વાસપાત્ર નથી’

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બિગ બોસના ઘરમાં ડ્રામા ક્રિએટ કરવા માટે મેકર્સે કેટલાક ચેલેન્જર્સને ઘરમાં મોકલ્યા છે. તેમાંથી એક છે દેવોલીના ભટ્ટાચાર્ડી, જેણે રિયાલિટી શોની 13મી સીઝનમાં ભાગ લીધો હતો. જો કે, પીઠમાં ગંભીર ઈજા પહોંચતા તે અધવચ્ચેથી બહાર થઈ હતી. બાદમાં 14મી સીઝનમાં તેણે એજાઝ ખાનની પ્રોક્સીમાં ઘરમાં પગ મૂક્યો હતો. અત્યારની સીઝનમાં તે રશ્મિ દેસાઈ અને અભિજીત બિચુકલે સાથે વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે અંદર ગઈ છે. બિગ બોસ 15ના ઘરમાં હાલમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના સભ્યો સાથે ત્રણેયે વાતચીત કરી હતી.

લગ્ન બાદ રાજકુમાર રાવ અને પત્રલેખાએ કરી પાર્ટી, નાઈટી અને ચપ્પલમાં પહોંચી ફરાહ ખાન
જ્યારે દેવોલીનાને શમિતા શેટ્ટીની ‘તે કોણ છે?’ તેવી કોમેન્ટ પર તેના રિએક્શન વિશે પૂછવામાં આવ્યું તો, તેણે ‘મહોબ્બતે’ની એક્ટ્રેસને આડેહાથ લીધી હતી. દેવોલીનાએ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના દર્શકો પણ તેને તેના વ્યક્તિત્વ માટે ઓળખે છે, પરંતુ શમિતા માત્ર તેની બહેન શિલ્પા શેટ્ટીના કારણે જાણીતી છે. આ સિવાય તેણે વિશાલ કોટિયનના સ્વભાવ અને ગેમ વિશે વાત કરી હતી.

ડિસેમ્બરમાં ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરશે જીગરદાન ગઢવી, મહામારી ખતમ થયા બાદ પરણશે
‘હું અહીંયા કહેવા ઈચ્છીશ કે માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ, જો હું અને શમિતા ઉભા રહીએ તો લોકો મને તરત ઓળખી જશે. હું વ્યક્તિગત રીતે જાણીતી છું પરંતુ શમિતા હંમેશા તેની બહેન શિલ્પા શેટ્ટીના કારણે જ ઓળખાશે. શમિતા અને મારી વચ્ચે આ જ તફાવત છે. જ્યાં સુધી વિશાલ કોટિયનની વાત છે તો, ફરાહ ખાને તેને ત્રીજા નંબર પર જાહેર કર્યો તે માત્રથી તે પોતાને હીરો સમજે છે. જે વ્યક્તિ તેના રિલેશન, તેના બોન્ડ સાથે ચાલાકી કરે છે તેમજ તેના પર વિશ્વાસ કરતા લોકો સાથે માઈન્ડ ગેમ રમે છે, તે રિયલ લાઈફમાં વિશ્વાસપાત્ર નથી’.

કેટલાક એપિસોડ પહેલા, દેવોલીના મહેમાન બનીને શોમાં ગઈ હતી. આ દરમિયાન શમિતા અને વિશાલે તેની કોમેન્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો તેમજ ખરાબ વર્તન કર્યું હતું. વિશાલે એક્ટ્રેસ પર અભદ્ર ટિપ્પણી પણ કરી હતી. જેના લીધે સલમાન ખાને તેનો ક્લાસ પણ લીધો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *