sex racket in girl’s college: કોલેજમાં જ પ્રોફેસર ચલાવતાં હતા સેક્સ રેકેટ, વિદ્યાર્થિનીના આરોપ બાદ ખળભળાટ – up: pilibhit girl’s college student puts serious allegation on maths professor

[ad_1]

હાઈલાઈટ્સ:

  • મહિલા કોલેજના પ્રોફેસર સામે વિદ્યાર્થિનીએ લગાવ્યા સનસનીખેજ આરોપ
  • મેથ્સના પ્રોફેસરે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધી ધમકીઓ આપી
  • પ્રોફેસર અને પ્રિન્સિપાલ ભેગાં મળી કોલેજમાં સેક્સ રેકેટ ચલાવતાં હોવાનો આરોપ

ઉત્તર પ્રદેશના પીલીભીતમાંથી વિદ્યાર્થિનીએ કોલેજના પ્રોફેસર પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લગાવતાં જ ખળભળાટ મચી જવા પામ્યો હતો. જિલ્લાની મહિલા કોલેજમાં બીએસસીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આ મામલે એસપીને ફરિયાદ કરી છે. જેમાં પ્રોફેસર પર જબરદસ્તી શારીરિક સંબંધ બનાવવા અને સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લગાવાયો છે. સાથે જ કોલેજની અનેક છોકરીઓ સાથે પણ તેના શારીરિક સંબંધ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે એસપીના નિર્દેશ બાદ પોલીસે આરોપી પ્રોફેસર સામે તપાસ શરૂ કરી દીધી છે.

ગણિતના પ્રોફેસર જબરદસ્તી સંબંધ બાંધવા મજબૂર કરે છે

મહિલા કોલેજમાં બીએસસીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ એસપીને ફરિયાદ પત્ર લખીને કહ્યું છે કે, કોલેજના ગણિતના પ્રોફેસર કામરાન આલમ ખાન એક ઐય્યાશ વ્યક્તિ છે. જેનો વ્યવહાર ઠીક નથી. આરોપ છે કે, ટીચર કોલેજમાં માસૂમ છોકરીઓને ફોસલાવીને ધૂમ્રપાન, નશીલા પદાર્થનો ઉપયોગ કરવા માટે દબાણ બનાવે છે. ટીચર દ્વારા વિદ્યાર્થિનીઓને અશ્લીલ બુક્સ, સેક્સુયલ ટોય્ઝ આપીને અશ્લીલતા પર મજબૂર કરવામાં આવે છે. આ ઉપરાંત કામરાન વિદ્યાર્થિનીઓને પોતાના ઘરે બોલાવીને અશ્લીલ હરકત કરીને શારીરિક સંબંધ બનાવવા મજબૂર કરે છે અને કોલેજની અનેક છોકરીઓ સાથે સંબંધ બનાવી ચૂક્યો છે.
મહંત નરેન્દ્ર ગિરી આપઘાત કેસ: આનંદ ગિરિએ ફોન પર આપી હતી ધમકી
શારીરિક સંબંધ બાંધ્યા બાદ પ્રોફેસરે આપી ધમકી

આ ઉપરાંત વિદ્યાર્થિનીએ પોતાની આપવીતિ વર્ણતાં કહ્યું હતું કે, આરોપીએ ફોસલાવીને તેને પોતાના ઘરે બોલાવી હતી, અને ડરાવી-ધમકાવીને તેની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા. અને તે બાદ કહ્યું હતું કે, મને બ્લેક મેજિક આવડે છે અને લોકોનાં દિમાગને કાબૂ કરી શકું છું. અને કોલેજમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપી હતી. પ્રોફેસરની આ વાતથી વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી અને પોતાના પર આચરવામાં આવેલાં કૃત્ય પર ચૂપ્પી સાધી દીધી હતી.

પ્રિન્સિપાલ અને પ્રોફેસરની મિલીભગતથી કોલેજમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનો આરોપ

આ ઉપરાંત વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો છે કે, પ્રોફેસરે ધમકી આપતાં કહ્યું છે કે તેની પત્નીના અંડરવર્લ્ડ સાથે કોન્ટેક્ટ છે અને તે તેને ગમે ત્યાંથી ઉઠાવી શકે છે. આ ઉપરાંત પ્રોફેસરે એમ પણ ધમકી આપી હતી કે, તેના પરિવાર સાથે કાંઈ પણ થઈ શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીનો આરોપ છે કે, અમુક છોકરીઓ પ્રોફેસરને સાથ આપી રહી છે, સાથે જ કોલેજની પ્રિન્સિપાલ પણ પ્રોફેસર સાથે મળેલી હોવાનો આરોપ તેણે લગાવ્યો છે. તેણે કહ્યું કે, બંનેની મિલીભગતથી જ કોલેજમાં સેક્ટ રેકેટ ચાલી રહ્યું છે.

વિદ્યાર્થિનીએ કહ્યું કે, તે પોતાના પરિવારને લઈને ખુબ જ ડરેલી છે, સાથે જ તેણે પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરી કોલેજમાં ચાલી રહેલાં સેક્સ રેકેટનો ભાંડાફોડ કરવા માગ કરી છે. વિદ્યાર્થિનીના આરોપ બાદ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *