sensex today: શેરબજારમાં 1600 પોઈન્ટ્સનું જોરદાર ધોવાણ, રિલાયન્સ 4.5 ટકાથી વધુ તૂટ્યો – sensex plunges by more than 1600 points today

[ad_1]

અમદાવાદ: ભારતીય શેરબજારમાં આજે જોરદાર કડાકો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સમાં 1600 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો થતાં રોકાણકારોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. ગત સેશનના અંતે 59,636 પોઈન્ટ્સ પર બંધ થયેલો સેન્સેક્સ આજે 59,710ની સપાટી પર ખૂલ્યો હતો, પરંતુ ટૂંક જ સમયમાં જોરદાર વેચવાલી શરુ થતાં 59,778નો ઈન્ટ્રા ડે હાઈ બનાવનારો સેન્સેક્સ એક સમયે તો 58,011 પર આવી ગયો હતો.

આજે બીએસઈના સેન્સેક્સમાં સામેલ 30 શેર્સમાં સૌથી વધુ ઘટનારા શેર્સની વાત કરીએ તો, બજાજ ફાઈનાન્સમાં સૌથી વધુ 5.73 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બજાજ ફિનસર્વ 5.21 ઘટ્યો હતો. આ સિવાય રિલાયન્સ અને અરામ્કોની ડીલના અહેવાલો વચ્ચે RILના શેરમાં આજે સાડા ચાર ટકાથી પણ વધારે ઘટાડો જોવા મળ્યો હતો. સરકારે કૃષિ સુધાર કાયદા પરત ખેંચી લેતા તેમજ નેગેટિવ સેન્ટિમેન્ટ હાવી બનતાં આજે માર્કેટમાં મોટાપાયે વેચવાલી જોવા મળી છે.

નિફ્ટી અને સેન્સેક્સ પર સૌથી વધુ ઘટનારા શેર્સમાં ટાઈટન, એસીઆઈ, કોટક બેન્કનો પણ સમાવેશ થાય છે. આજે એક્સિસ બેંકનો શેર પણ 3.54 ટકા જેટલો તૂટ્યો છે. જ્યારે મારુતિના શેરમાં 3.32 ટકાનો ઘટાડો જોવાયો છે. જોકે, આજની સાર્વત્રિક વેચવાલીમા એરટેલનો શેર ટેરિફમાં વધારાના અહેવાલ બાદ 3.59 ટકા વધીને 739 રુપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ ઉપરાંત, પાવરગ્રીડ અને એશિયન પેઈન્ટ્સ પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

ઓટો શેર્સમાં આજે સાર્વત્રિક વેચલવાલી જોવા મળી છે. મધરસનસુમી આજે 4.27 ટકા, અશોક લેલેન્ડ 4.77 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે એવિએશન શેર્સની વાત કરીએ તો, ઈન્ડિગો પણ પોતાનો ઓલાઈમ હાઈ બનાવ્યા બાદ 4.43 ટકાના ઘટાડા પર ટ્રેડ થતો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તેજીમાં જોવા મળી રહેલા LTમાં પણ આજે 2.20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ટાટા એલેક્સીમાં આજે 5.40 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ શેર બપોરે 2.50 કલાકે 6045 રુપિયાની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ઈન્ફોએજ 6.57 ટકાના ઘટાડા સાથે 6050ની આસપાસ, ડીમાર્ટ 4.88 ટકાના ઘટાડાના સાથે 4800ની આસપાસ અને જોમેટો 2.97 ટકા ઘટાડા સાથે 150 રુપિયાની સપાટીની અંદર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

પેટીએમે રોવડાવ્યા

ગુરુવારે લિસ્ટ થયેલો પેટીએમનો શેર લિસ્ટિંગના દિવસે જ 25 ટકાથી વધુ ગબડ્યા બાદ આજે પણ ઘટ્યો હતો. આજે તેમાં એક તબક્કે 17 ટકા જેટલું ધોવાણ જોવા મળ્યું હતું. આ શેર 1300 રુપિયાની સપાટીની અંદર સરકી ગયો હતો, પરંતુ ત્યારબાદ તેમાં થોડી લેવાલી ખૂલતા તે ફરી 1300ની સપાટીની પાર નીકળ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *