sensex today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ ભારે અફરાતફરી વચ્ચે 889 પોઈન્ટ્સ તૂટ્યો – sensex failed to retain recovery plunges by 889 points on friday

[ad_1]

મુંબઈ: સપ્તાહના છેલ્લા દિવસે ભારે વેચવાલીના પગલે આજે ભારતીય શેરબજારમાં જંગી કડાકો જોવા મળ્યો છે. આજના દિવસના કામકાજના અંતે સેન્સેક્સ 889 જ્યારે નિફ્ટી 263 પોઈન્ટ્સના ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સે આજે એક તબક્કે 56 હજારની સપાટીની નીચે સરકીને સામાન્ય વધી 57,011 પોઈન્ટ્સ પર બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 17 હજારની સપાટી તોડી 16,985 પર બંધ આવ્યો હતો.

આ સમગ્ર સપ્તાહમાં માત્ર ગુરુવારે શેરબજારમાં સામાન્ય રિકવરી જોવા મળી હતી. જોકે, આ રિકવરી શુક્રવારે જ ધોવાઈ ગઈ હતી. ગઈકાલે બજાર 57,901 પોઈન્ટ્સ પર બંધ થયું હતું. આજે તે 58,021 પર ખૂલ્યુ હતું. એક તબક્કે તેણે 58,062નો ઈન્ટ્રા ડે હાઈ બનાવ્યો હતો. જોકે, છેલ્લી મિનિટોમાં સેન્સેસ્ક 57 હજારની સપાટી તોડીને 56,950 પર પહોંચી ગયો હતો. આખરે બજાર બંધ થયું ત્યારે તે 57,011 પર હતો.

આજે માત્ર ઈન્ફોસિસ, એચસીએલ જેવા હેવી વેઈટ શેર્સમાં જ લેવાલી જોવા મળી હતી. બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સના 30 શેર્સમાંથી માત્ર ચાર શેર્સ ગ્રીન ઝોનમાં હતા, જ્યારે બાકીના 26 રેડ ઝોનમાં બંધ થયા હતા. આજે બેંક શેર્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને ઈન્ડસિન્ડ બેન્ક 4.71, કોટક બેંક 3.43 ટકા ઘટ્યા હતા. આ ઉપરાંત, HDFC ટ્વીન્સ, બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વ, એક્સિસ, SBIમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો.

FMCG શેર HUL પણ આજે 3.41 ટકા ઘટીને 2230 રુપિયાની સપાટી પર બંધ આવ્યો હતો. મિડ કેપ શેર્સની વાત કરીએ તો, એપોલો હોસ્પિટલ્સ આજે 7.52 ટકા તૂટી 4813 પર બંધ થયો હતો. આ ઉપરાંત, ભેલ, ઝી, લોધા, ચોલા ફાઈનાન્સમાં પણ 7.20થી 6.40 ટકા જેવો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ પણ આજે 608 પોઈન્ટ્સ ઘટ્યો હતો. સ્મોલકેપ શેર્સમાં આજે શ્રીરામ 10 ટકા, સુવિધા 9.47, કાઈટેક્સ 8.60, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 233 રુપિયા, ઝુઆરી 8.13 ટકા તૂટ્યા હતા. સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ આજે 600 પોઈન્ટ્સનો કડાકો જોવા મળ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *