second car insurance: સેકન્ડ હેન્ડ કારનો અકસ્માત: વીમા કંપનીએ હાથ અદ્ધર કરતાં ગ્રાહક સુરક્ષામાં પહોંચ્યો કેસ – insurance company rejects on second hand car

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ઓક્ટોબર 2019માં ખરીદાયેલી કારની વીમા પોલિસી જાન્યુઆરી 2020 સુધી વેલિડ હતી
  • યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડે પોલિસી ટ્રાન્સફર ના થઈ હોવાથી ક્લેમ રિજેક્ટ કર્યો
  • ગ્રાહક સુરક્ષા અદાલતે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને ગ્રાહકની તરફેણમાં આપ્યો ચુકાદો

બેંગલુરુ: સેકન્ડ હેન્ડ વાહન ખરીદવાના કિસ્સામાં જો વાહનને અકસ્માત થઈ જાય, અને વીમા પોલિસીમાં નવા માલિકનું નામ અપડેટ ના થયું હોય તો શું કંપની ક્લેઈમ રિજેક્ટ કરી શકે? આવો જ એક કિસ્સો કર્ણાટકમાં સામે આવ્યો છે. જેમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદનારા વ્યક્તિએ RC પોતાના નામ પર ટ્રાન્સફર કરાવી લીધું હતું. નિયમ અનુસાર, તે 14 દિવસમાં ઈન્શ્યોરન્સ પોલિસી પણ પોતાના નામે ટ્રાન્સફર કરાવવાનો હતો પરંતુ તે પહેલા જ કારનો મોટો અકસ્માત થઈ ગયો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે, મૈસૂરુમાં રહેતા અભિષેક દાસે ઓક્ટોબર 2019ના રોજ શીબા રોબર્ટ પાસેથી સેકન્ડમાં હ્યુન્ડાઈ વર્ના ખરીદી હતી. 10 ઓક્ટોબરના રોજ અભિષેકે આરસી પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધું હતું. જોકે, વીમા પોલિસી તેના નામે ટ્રાન્સફર થાય તે પહેલા જ 12 ઓક્ટોબરના રોજ કારનો ગમખ્વાર અકસ્માત થયો હતો. જેના રિપેરિંગનો ખર્ચો છ લાખ રુપિયા જેટલો આવ્યો હતો.

સુરત નજીક પાણીથી છલોછલ ભરેલી કેનાલમાં ખાબકી કાર, પાંચ લોકોનો ચમત્કારિક બચાવ
આ કારની પોલિસી યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી લેવામાં આવી હતી, જે 15 જાન્યુઆરી 2020 સુધી માન્ય હતી. આ વીમા પોલિસી કારના જૂના માલિક રોબર્ટના નામ પર હતી. જોકે, નવા માલિક અભિષેકે કાર પોતે ખરીદી લીધી હોવાથી વીમા કંપની સમક્ષ છ લાખ રુપિયાનો દાવો રજૂ કર્યો હતો. પરંતુ આ દાવાને વીમા કંપનીએ એમ કહીને ફગાવી દીધો હતો કે તેનો કોન્ટ્રાક્ટ કારના જૂના માલિક રોબર્ટ સાથે છે, અભિષેક સાથે નહીં. જેથી તે અભિષેક દ્વારા કરવામાં આવેલો દાવો ચૂકવવા બંધાયેલી નથી.

વીમા કંપનીએ દાવો ફગાવી દેતા અભિષેક દાસે 7 ઓગસ્ટ 2020માં ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જેના માટે તેણે વકીલ પણ રોક્યો હતો પરંતુ બચાવ પક્ષ તરફથી કોઈ વ્યક્તિ હાજર નહોતી રહી. આખરે કંપનીના ચેન્નઈ સ્થિત પ્રતિનિધિએ કોર્ટમાં દાવો કર્યો હતો કે આ ફરિયાદ ખોટી છે. પોલિસી કારના ફર્સ્ટ ઓનર શીબાના નામ પર છે, અને દાસ તો ક્યાંય પિક્ચરમાં જ નથી. જેથી તેના દ્વારા કરવામાં આવેલો દાવો સ્વીકારી ના શકાય.

બિલ્ડરના ઘરમાંથી કરોડો રુપિયાની ચોરી, IPS પર મસમોટો તોડ કરવાનો આરોપ
જોકે, બંને પક્ષોની દલીલ સાંભળીને કોર્ટે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને ચૂકાદો આપ્યો હતો કે મોટર વ્હીકલ એક્ટની કલમ 157 હેઠળ જો આરસી ટ્રાન્સફર થઈ ગયું હોય તો વીમા કંપનીએ વાહનના નવા માલિકને દાવો ચૂકવવો પડે. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આ કેસમાં આરસી ટ્રાન્સફર થયાના માત્ર બે દિવસ બાદ અકસ્માત થયો છે. જેથી વીમા કંપની ક્લેઈમ ચૂકવવા બંધાયેલી છે.

કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે વીમા પોલિસી એક્ટિવ હોવા છતાં દાવાની ભરપાઈ ના કરીને કંપની પોતાની સર્વિસમાં ઉણી ઊતરી છે. આમ, કોર્ટે વીમા કંપનીને અરજદારને 6,58,432 રુપિયા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત, અરજદારને પડેલી તકલીફ અને કાયદાકીય ખર્ચના બદલામાં વધુ 60 હજાર રુપિયા ચૂકવવા પણ જણાવાયું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *