school van fees: મોંઘવારીની વચ્ચે વાલીઓ પર વધ્યો બોજો, સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં ઝીંકાયો વધારો – ahmedabad school van and school rickshaw fees hiked

[ad_1]

હાઈલાઈટ્સ:

  • અમદાવાદમાં સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 જ્યારે વાનમાં 200 રૂપિયાનો વધારો
  • સ્કૂલ રિક્ષાનું મિનિમમ ભાડું 550 રૂપિયાથી વધારીને 650 રૂપિયા કરવામાં આવ્યું
  • અમદાવાદ સ્કૂલ વર્ધી અસોસિએશનની બેઠકમાં ભાડામાં વધારા અંગે લેવાયો નિર્ણય

અમદાવાદઃ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો સોમવારથી ખોલી દેવામાં આવી છે, જ્યારે બાકીના ધોરણના વિદ્યાર્થીઓ માટે ઘણા મહિના પહેલાથી જ ઓફલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. કોરોના મહામારીમાં લોકોની આવક ઘટી છે અને મોંઘવારી વધી છે ત્યારે બીજો એક માર લોકો પર પડ્યો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી અસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ ભાડામાં વધારો ઝીંકવામાં આવ્યો છે. 3 વર્ષ બાદ ભાડું વધારવામાં આવ્યું છે.

એક જ વર્ષમાં ‘લાલઘૂમ’ થઇ ટામેટાની કિંમત, બે ગણા ભાવે વેચાઇ રહ્યા છે
સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 જ્યારે વાનમાં 200નો વધારો કરવામાં આવ્યો છે. મિનિમમ ભાડામાં પણ અનુક્રમે 100 અને 150 રૂપિયાનો વધારો થયો છે. આમ સ્કૂલ રિક્ષાનું મિનિમમ ભાડું 550 રૂપિયાથી વધીને 650 જ્યારે વાનનું મિનિમમ ભાડું 850થી વધારીને 1000 રૂપિયા કરવામાં આવ્યું છે.

22 નવેમ્બરથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે અને આ સાથે ભાડાનો અમલ પણ કરાયો છે. 3 વર્ષથી વર્ધીના વાહનોના ભાડામાં વધારો કરવામાં આવ્યો નહોતો. છેલ્લે અસોસિએશન દ્વારા જૂન 2018માં વધારો થયો હતો.

‘કોરોનાના ખોટા મૃત્યુઆંક જાહેર કરી ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે’, જીતુ વાઘાણી
રાજ્યમાં હાલમાં સીએનજીના ભાવમાં થયેલો તોતિંગ વધારા સિવાય વીમો, સ્પેર પાર્ટ્સ તેમજ મોંઘવારીના પગલે ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું અસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું. સ્કૂલો ફરીથી ખુલી ગઈ છે અને વાલીઓને પણ પોતાના બાળકો માટે વર્ધીના વાહનોનો ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યું છે. રિક્ષા તેમજ વાનમાં પણ બાળકોને બેસાડતી વખતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

અમદાવાદ સ્કૂલ વર્ધી અસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ‘સીએનજીના ભાવ વધારા સહિતની બાબતોને લઈને મીટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં ભાડામાં વધારો કરવાનું નક્કી કરાયું હતું. સ્કૂલ રિક્ષાના ભાડામાં પ્રતિ કિમીએ 100 અને સ્કૂલ વાનમાં પ્રતિ કિમીએ 200નો વધારો કરાયો છે. જ્યારે મિનિમમ ભાડામાં સ્કૂલ રિક્ષામાં 100 અને વાનમાં 150નો વધારો કરાયો છે’.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *