SCએ કાન આમળતાં ગુજરાત સરકારે કોરોના સહાય આપવાની પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક કરી – after sc rap gujarat government over compensation to family of covid victims process speed up

[ad_1]

હાઈલાઈટ્સ:

  • આકરી ઝાટકણી પછી હવે સરકારને ભાન થયું કોરોના સહાય આપવાની પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક કરી.
  • રાજ્ય સરકારે નવું નોટિફિકેશન જાહેર કરીને સ્ક્રુટિની સમિતિની ભૂમિકાને દૂર કરી.
  • કોરોનાના કારણે આત્મહત્યા કરનારા વ્યક્તિના પરિવારોને પણ કોરના સહાય આપવામાં આવશે.

ગાંધીનગર: કહે છે ને કે સોટી વાગે છમ છમ અને વિદ્યા આવે રમઝમ તેની જેમ જ્યાં સુધી સરકાર તેમજ બ્યુરોક્રસીને કોર્ટ દ્વારા ચાબખા પડતા નથી ત્યાં સુધી તેમનું કામ આગળ વધતું નથી તેવી એક પ્રથા પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કમસેકમ કોવિડ 19 દ્વારા મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારનો વળતર આપવા મામલે તો તેવું જ પ્રતિત થઈ રહ્યું છે. કોવિડ-19 પીડિતોના પરિવારોને વળતર ચૂકવવામાં ઉદાસીનતા કરવા બદલ સુપ્રીમ કોર્ટે ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યના વહીવટીતંત્રને ફટકાર લગાવ્યા પછી, રાજ્ય સરકારે કોરોનામાં સ્વજન ગુમાવેલા 10,000 થી વધુ પરિવારોને રૂ.50,000 ની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સૂત્રના જણાવ્યા અનુસાર, “એક ગેરસમજને કારણે, સુપ્રીમ કોર્ટને ગુજરાત સરકારની કોવિડ-19 પીડિતોના પરિવારો માટે વળતરની પ્રક્રિયા વિશે ખોટી છાપ પડી. જો કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી રાજ્ય સરકારે 10,000 થી વધુ પીડિતોના પરિવારો કે જેમના મેડિકલ રેકોર્ડ્સ સરકાર પાસે ઉપલબ્ધ છે તેમને વળતર આપવાનો નિર્ણય કર્યો છે.”

અધિકારીઓએ કહ્યું કે સરકાર એવા લોકોને પણ નાણાકીય સહાય પૂરી પાડશે કે જેઓ તેમના RT-PCR રિપોર્ટના કોવિડ-19 પોઝિટિવ દર્શાવ્યાના એક મહિનાની અંદર મૃત્યુ પામ્યા છે. “એવા કિસ્સાઓ હોઈ શકે છે કે જ્યાં આવા વ્યક્તિઓએ પોતાની જાતને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હોય અને આવા મૃત્યુના રેકોર્ડ સરકાર પાસે ઉપલબ્ધ ન હોય. રાજ્ય સરકાર RT-PCR ટેસ્ટ દ્વારા કોવિડ-19 હોવાનું જણાયું હોવાના એક મહિનાની અંદર મૃત્યુ પામેલા તમામ લોકોને વળતર આપશે અથવા જો કોઈ રજિસ્ટર્ડ ડૉક્ટરે મૃત્યુ કોવિડ-19ને કારણે થયું હોવાનું પ્રમાણિત કર્યું હોય તો પણ તેવા વ્યક્તિના પરિવારને પણ વળત આપવામાં આવશે.”

સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને ટિપ્પણી કરી કે મુખ્યમંત્રી અને રાજ્ય વહીવટીતંત્ર તેના નિર્દેશોને ગંભીરતાથી લેતા નથી. જસ્ટિસ એમ આર શાહ અને બી વી નાગરત્નાની બેન્ચે 18 નવેમ્બરે અવલોકન કર્યું હતું કે રાજ્યમાં કોવિડ -19 પીડિતોના પરિવારોને વળતર આપવા માટે સર્વોચ્ચ અદાલત દ્વારા પસાર કરાયેલા નિર્દેશોને અવગણવા કરીને સ્ક્રુટિની કમિટીની રચના વળતરની પ્રક્રિયામાં ખાતાકીય વિલંબનો પ્રયાસ હોવાનું જણાય છે. સર્વોચ્ચ અદાલતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને કોર્ટમાં તેમના વલણને લઇને ઠપકો આપ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *