[ad_1]
હાઈલાઈટ્સ:
- મહત્વનું છે કે છેલ્લા એક વર્ષથી સંયુક્ત કિશાન મોરચાની આગેવાનીમાં કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
- આ કાયદાને લઈને વિરોધ પક્ષે પણ સરકારને ખૂબ જ ઘેરી હતી અને ચૂંટણીમાં તેને મુદ્દો બનાવવામાં આવ્યો હતો.
- જોકે 19 નવેમ્બરે પીએમ મોદીએ અચાનક જ રાષ્ટ્રજોગ સંબોધન કરીને આ ત્રણેય કાયદાને પાછા ખેચવાની જાહેરાત કરી હતી.
આ સાથે ખેડૂતોએ તેમના પત્રમાં એમ પણ લખ્યું છે કે તેમની માંગ માત્ર ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની નથી, પરંતુ વધુ 6 માંગણીઓ છે. પત્રમાં SKMએ આશા વ્યક્ત કરી છે કે સરકાર તેમની અન્ય માંગણીઓ પણ ગ્રાહ્ય રાખશે અને પૂરી કરવાનું વચન ટૂંક સમયમાં પૂર્ણ કરશે.
ચાલો જાણીએ SKMના પત્રમાં શું છે શરતો
1) ખેતીના સંપૂર્ણ ખર્ચ આધારિત (C2+50%) MSPને તમામ કૃષિ પેદાશો ઉપર તમામ ખેડૂતોનો કાયદાકીય અધિકાર બનાવો. જેથી કરીને દેશના દરેક ખેડૂતને સરકાર દ્વારા જાહેર કરાયેલ લઘુત્તમ ટેકાના ભાવે તેના સમગ્ર પાકની ખરીદીની ખાતરી મળી શકે.
2) સરકારના પ્રસ્તાવિત ‘ઈલેક્ટ્રીસિટી એક્ટ એમેન્ડમેન્ટ બિલ 2020/2021’નો ડ્રાફ્ટ પાછો ખેંચવો જોઈએ. (વાટાઘાટો દરમિયાન, સરકારે વચન આપ્યું હતું કે તે પાછું ખેંચી લેવામાં આવશે, પરંતુ પછી વચન ન પાળતા તેને સંસદના કાર્યસૂચિમાં સામેલ કરવામાં આવ્યું હતું.)
3) નેશનલ કેપિટલ રિજન અને તેના સંલગ્ન વિસ્તારોમાં ‘કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ એક્ટ 2021’માં ખેડૂતોને સજાની જોગવાઈઓ દૂર કરવી જોઈએ. (આ વર્ષે સરકારે કેટલીક ખેડૂત વિરોધી જોગવાઈઓ હટાવી હતી, પરંતુ કલમ 15 દ્વારા, ફરીથી ખેડૂતને સજા થવાની શક્યતા ઊભી થઈ છે)
4) દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને અન્ય ઘણા રાજ્યોમાં આ આંદોલન દરમિયાન હજારો ખેડૂતો સેંકડો કેસોમાં ફસાયા છે. આ કેસો તાત્કાલિક પાછા ખેંચવા જોઈએ.
5) લખીમપુર ખેરી હત્યા કેસ પાછળના મુખ્ય સૂત્રધાર અને કલમ 120Bનો આરોપી અજય મિશ્રા ટેની હજુ પણ મુક્તપણે ફરે છે અને તમારી કેબિનેટમાં મંત્રી છે. તે તમારી અને અન્ય વરિષ્ઠ મંત્રીઓ સાથે પણ સ્ટેજ પણ શેર કરી રહ્યા છે. તેમને બરતરફ કરીને ધરપકડ કરવી જોઈએ.
6) આ આંદોલન દરમિયાન અત્યાર સુધીમાં 700 ખેડૂતો મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારને વળતર અને પુનર્વસનની વ્યવસ્થા હોવી જોઈએ. મૃત્યુ પામેલા ખેડૂતની યાદમાં શહીદ સ્મારક બનાવવા માટે સિંઘુ બોર્ડર પર જમીન આપવામાં આવે.
[ad_2]
Source link
Leave a Reply