[ad_1]
હાઈલાઈટ્સ:
- સાણંદમાં મૃતક મહિલાની હાલત જોઈને પાડોશીઓને ભારે આઘાત લાગ્યો
- ચાર મહિલા પહેલા લગ્ન થયા હતા અને પત્ની પતિ સાથે ભાડે રહેતી હતી
- પાડોશીઓને દુર્ગંધ આવતા ઘરમાં જોયું, હંસાબેનની લાશ ધડથી અલગ હતી
મૂળ કચ્છના અને સાણંદના ગઢવી વાસમાં ભાડે મકાન રાખીને રહેતા દંપતીમાં પતિ તેની પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયો છે. આરોપી પતિએ તિક્ષણ હથિયારનો ઉપયોગ કરીને પત્નીની હત્યા બાદ ગળું ધડથી અલગ કરી નાખ્યું હતું. મૂળ કચ્છના આડેસરના હિતેશ ઉર્ફે ચકો ગોહિલના લગ્ન 12 જુલાઈ 2021ના રોજ રાપરના હંસાબેન સાથે થયા હતા. હિતેશને GIDCમાં નોકરી મળતા તે પત્નીને લઈને સાણંદ આવ્યો હતો. આ દરમિયાન પાડોશીઓને ઘરમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવતી હોવાથી ઘરમાં તપાસ કરી હતી. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે હંસાબેનની હત્યા થઈ ગઈ છે.
સ્થાનિકોને જાણ થતાં લોકોના ઘટના સ્થળ પર ટોળેટોળા થઈ ગયા હતા. જ્યાં ઘરમાં હંસાબેનની લાશ ધડથી અલગ થયેલી પડી હતી. મૃતક મહિલાના ભાઈએ આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હોવાનું સ્થાનિક ટીવી રિપોર્ટ્સમાં સામે આવી રહ્યું છે.
મૃતક હંસાબેનનો પતિ ઘટના બાદ ફરાર છે અને તેણે પોતાનો મોબાઈલ ફોન પણ સ્વીચઓફ કરી નાખ્યો છે. હિતેશે પોતાની પત્નીની હત્યા કયા કારણોસર કરી તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. પોલીસની વિવિધ ટીમો દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે તપાસ કરવામાં આવી રહી છે. બનાવ સ્થળની આસપસામાં આવેલા સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય પોલીસે FSL ટીમની પણ મદદ લીધી છે.
[ad_2]
Source link
Leave a Reply