Samridh bawa: ‘બાલિકા વધૂ 2’માં શિવાંગી જોશી સાથે જોડી જમાવશે આ એક્ટર, કિંશૂક વૈદ્યને પડતો મૂકાયો – actor samridh bawa will play grown up jigar in balika vadhu 2

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ‘બાલિકા વધૂ 2’માં મોટી આનંદીનો રોલ શિવાંગી જોશી ભજવવાની છે.
  • હાલમાં જ કિંશૂક વૈદ્ય ‘બાલિકા વધૂ 2’માં જોવા મળશે તેવા અહેવાલો હતા.
  • કિંશૂક વૈદ્યને પડતો મૂકીને ‘બાલિકા વધૂ 2’ના મેકર્સે સમૃદ્ધ બાવાની પસંદગી કરી છે.

ટીવી સીરિયલ ‘બાલિકા વધૂ 2’માં ટૂંક સમયમાં જ ટાઈમ લીપ આવવાનો છે. રણદીપ રાય અને શિવાંગી જોશીને મોટા થયેલા આનંદ અને આનંદીના રોલ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પાત્રો હાલ સીરિયલમાં બાળ કલાકારો ક્રિશ ચૌહાણ અને શ્રેયા પટેલ ભજવી રહ્યા છે. હાલમાં જ અહેવાલ હતા કે, છેલ્લે સીરિયલ ‘રાધાક્રિષ્ન’માં જોવા મળેલો એક્ટર કિંશૂક વૈદ્ય મોટા જિગરના રોલમાં જોવા મળશે. પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, કિંશૂક નહીં એક્ટર સમૃદ્ધ બાવા આ રોલ કરશે. ‘બાલિકા વધૂ 2’માં હાલ જિગરના રોલમાં વંશ સંયાણી જોવા મળે છે અને હવે મોટા જિગર તરીકે સમૃદ્ધ બાવાની પસંદગી કરવામાં આવી છે.

‘અનુપમા’ના એક્ટ્રેસ માધવી ગોગાટેનું 58 વર્ષની વયે નિધન, સાથી કલાકારોએ દુઃખ વ્યક્ત કર્યું

ઈટાઈમ્સ ટીવીને સૂત્રોએ જણાવ્યું કે, “હા, કિંશૂક આ રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીએ ડીલ કેન્સલ થઈ હતી. હવે સમૃદ્ધ બાવાનું નામ આ રોલ માટે ફાઈનલ કરવામાં આવ્યું છે. આ ત્રણેય સાથે મોક ટેસ્ટ ચાલી રહ્યા છે.” આ મુદ્દે વાત કરતાં કિંશૂક વૈદ્ય અને સમૃદ્ધ બાવાનો સંપર્ક ઈટાઈમ્સ ટીવીએ કર્યો હતો પરંતુ વાત ના થઈ શકી.

‘બાલિકા વધૂ 2’માં નવેમ્બરના અંત અથવા ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં લીપ આવશે. શિવાંગી જોશી, રણદીપ રાય અને સમૃદ્ધ બાવા સાથે સીરિયલની વાર્તા આગળ વધશે.

ઉજ્જૈનમાં લગ્ન કરશે ‘વિરાટ’-‘પાખી’, ઐશ્વર્યા શર્માની બહેનપણીઓએ યોજી બેચલરેટ પાર્ટી

સમૃદ્ધની વાત કરીએ તો તેણે ‘ક્યા હુઆ તેરા વાદા’ અને ‘ધ બડી પ્રોજેક્ટ’ જેવા શોથી ઓળખ બનાવી છે. આ સિવાય ‘મેરે અંગને મેં રહેનીવાલી’માં લીલાધર ચતુર્વેદીનો રોલ કરીને પણ સમૃદ્ધે ખૂબ પોપ્યુલારિટી મેળવી હતી. ‘એક શૃંગાર- સ્વાભિમાન’ સીરિયલમાં સમૃદ્ધે કરણ સિંહ ચૌહાણનો રોલ કર્યો હતો, જેના માટે તેને આજે પણ યાદ રાખવામાં આવે છે. આ સીરિયલમાં સમૃદ્ધ સાથે સંગીતા ચૌહાણ, અંકિતા શર્મા, સાહિલ ઉપ્પલ જેવા કલાકારો હતો. છેલ્લે સમૃદ્ધ ટીવી શો ‘અલિફ લૈલા’ના અંતિમ એપિસોડમાં જોવા મળ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *